Sun Jun 07 2026

Logo

Good News: મુંબઈના રેલવે સ્ટેશન પર વડાપાઉં-સમોસાના ભાવવધારાનો નિર્ણય 24 કલાકમાં પાછો ખેંચાયો

2026-05-27 15:16:34
Author: Darshana Visaria
Article Image

AI Generated Images


આજે નહીં તો આવતીકાલે, પણ ભાવ વધારાની લટકતી તલવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષની અસર ધીમે ધીમે મુંબઈગરા માટે સમસ્યા બની રહી છે. જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવવધારા સાથે હવે મુંબઈના રેલવે સ્ટેશન પર મળનારો નાસ્તો પણ મોંઘો થશે તેવી ચર્ચા વચ્ચે એક નવો વળાંક આવ્યો છે. મધ્ય રેલવેએ કેન્ટિનની ફૂડ આઈટમ્સના ભાવમાં વધારો કરવાની આપેલી મંજૂરી 24 કલાકમાં જ પાછી ખેંચી લેવામાં આવી છે જેનાથી રેલવેએ રાહતનો શ્વાસ લીધો છે.

રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરાયેલું નવું રેટ લિસ્ટ પહેલી જૂન, ૨૦૨૬થી તમામ સ્ટેશનો પર લાગુ થવાનું હતું, પરંતુ અચાનક ભાવ કરેલા ભાવવધારાને પાછો ખેંચ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મધ્ય રેલવે વાયરલ પત્રમાં જણાવાયું છે કે રેલવેએ જે ભાવ વધારો કરવાનો નિર્ણય લીધો હતો તેને પાછો ખેંચ્યો છે. જોકે, ભવિષ્યમાં આ ભાવવધારો ઝીંકાય તેવી લટકતી તલવાર હજુ પણ યથાવત છે.

દેશભરમાં વધતી મોંઘવારી, એલપીજી અને ઈંધણના ભાવવધારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું હતું, પરંતુ રેલવેએ 24 કલાકમાં જ આ પ્રસ્તાવ પાછો ખેંચી લીધો હોવાથી પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. અહીંયા તમારી જાણકારી માટે રેલવે દ્વારા મુંબઈગરાની શાન ગણાતા અને રેલવે સ્ટેશનો પર સૌથી વધુ વેચાતા વડાપાઉં અને સમોસા હવે મોંઘા બનવાના હતા. રેલવે સ્ટેશનો પર અત્યાર સુધી 13 રૂપિયાના વડાપાઉંનો ભાવ વધારીને 20 રૂપિયા, જ્યારે 12 રૂપિયામાં મળતું સમોસું 2૦ રૂપિયાનું થવાનું હતું. આ ભાવ વધારો પહેલી જૂનથી અમલી બનવાનો હતો. 

ખાસ કરીને ગુણવત્તા પર નજર રખાશે
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, કિંમતો વધારવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યા બાદ ખાદ્ય પદાર્થોની માત્રા અને ગુણવત્તા સુધારવા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે. રેલવે પ્રશાસન હવે મુસાફરો માટે મેનૂમાં જ્યુસ ડ્રિંક્સ, ક્રીમ ડોનટ્સ, સૂપ, ઢોસા અને નૂડલ્સ જેવી વાનગીઓનો પણ ઉમેરો કરવાની યોજના બનાવી રહ્યું છે. 

બે ભાષામાં રેટ લિસ્ટ લગાવવું ફરજિયાત
પ્રવાસીઓની સુવિધા માટે અને છેતરપિંડી રોકવા માટે તમામ સ્ટોલ સંચાલકોને પોતાની દુકાનો પર બે ભાષાઓમાં પ્રાઈસ લિસ્ટ લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. મુસાફરો પાસેથી વધુ પૈસા વસૂલવામાં ન આવે અને ભોજનની ગુણવત્તા જળવાઈ રહે તે માટે રેલવે પ્રશાસન દ્વારા સ્ટેશનો પર નિયમિત તપાસ પણ કરવામાં આવશે.

મુંબઈ સબર્બન રેલવેમાં દરરરોજ 70થી 80 લાખ પ્રવાસી ટ્રાવેલ કરે છે, જ્યારે મુંબઈની લોકલ ટ્રેન પણ વહેલી સવારથી લઈને મોડી રાત સુધી સંચાલન કરવામાં આવતી હોવાથી મોટા ભાગના પ્રવાસીઓ રેલવે સ્ટેશન પર મળતા ફૂડ પર પણ નિર્ભર રહે છે. હાલમાં ભાવ વધારો પાછો ખેંચ્યો હોવાથી પ્રવાસીઓને સૌથી મોટી રાહત મળી છે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.