Sat May 09 2026

Logo

જો તમારા ફોનમાં આ પ્રોસેસર છે તો આ સમાચાર જરુર વાંચો

2026-05-09 15:10:02
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ જો તમારા ફોનમાં સ્નેપડ્રેગન પ્રોસેસર છે તો આ સમાચાર તમારે જાણવા જરુરી છે. CERT In એ ક્વોલકોમ ચિપસેટમાં ગંભીર સિકિયોરિટી ફ્લોની પુષ્ટી કરી છે. જેનાથી હેકર્સ ડિવાઇસ સુધી પહોંચ બનાવી શકે છે. સરકારે યૂઝર્સને તુરંત સિક્યોરિટી અપડેટ ઇન્સ્ટોલ કરવા અને અજાણી એપ્સથી દૂર રહેવાની સલાહ આપી છે. 

ભારતમાં વપરાઇ રહેલા કરોડો એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર સાયબર જોખમ તોળાઇ રહ્યું છે. ભારત સરકારની સાયબર સિક્યોરિટી એજન્સી CERT Inએ ક્વોલકોમ સ્નેપડ્રેગન ચિપસેટમાં ઘણી ગંભીર સિક્યોરિટી ખામીઓને લઇને ચેતવણી જાહેર કરી છે. આ કમી હેકર્સને ફોનમાં ઘુસીને ડેટા ચોરી કરવા, એપ ક્રેશ કરવા અને સિસ્ટમ કન્ટ્રોલ સુધી પહોંચવાની તક આપી શકે છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ જોખમ ફક્ત ફ્લેગશીપ ફોન સુધી જ સીમિત નથી. પરંતુ બજેટ અને મિડ રેન્જ પણ તેની ઝપેટમાં છે. આવા સંજોગોમાં યુઝર્સને તુરંત તેમનો ફોન અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે. 

કયા પ્રોસેસર પર મોટું જોખમ

CERT-In ની લેટેસ્ટ એડવાઇઝરી મુજબ, આ જોખમ ક્વાલકોમ (Qualcomm) ના ઘણા લોકપ્રિય સ્નેપડ્રેગન પ્રોસેસરમાં જોવા મળ્યું છે. જેમાં સ્નેપડ્રેગન 8 ઝેન સિરીઝ, સ્નેપડ્રેગન 7 સિરીઝ, સ્નેપડ્રેગન 6 સિરીઝ, સ્નેપડ્રેગન 4 ઝેન સિરીઝ અને સ્નેપડ્રેગન 888 જેવા ચિપસેટ સામેલ છે. 

એટલે કે પ્રીમિયમ ફ્લેગશિપથી લઈને બજેટ સ્માર્ટફોન સુધીના તમામ ફોન આ જોખમની ઝપેટમાં આવી શકે છે. એજન્સીએ જણાવ્યું કે આ ખામીઓનો ફાયદો ઉઠાવીને હેકર્સ રિમોટ કોડ એક્ઝિક્યુશન, મેમરી કરપ્શન, ડિનાયલ ઓફ સર્વિસ અને પ્રિવિલેજ એસ્કેલેશન જેવા સાયબર એટેક કરી શકે છે.

સરળ ભાષામાં સમજીએ તો, કોઈ સાયબર ગુનેગાર તમારા ફોનની સિસ્ટમ સુધી પહોંચ બનાવીને તમારી સંવેદનશીલ (ખાનગી) માહિતી ચોરી શકે છે.

કેવી રીતે થઇ શકે છે યૂઝર્સને નુકસાન

આ સિક્યોરિટી ખામીની અસર માત્ર એપ ક્રેશ થવા સુધી સીમિત નથી. રિપોર્ટ અનુસાર, હેકર્સ આ નબળાઈઓનો ફાયદો ઉઠાવીને ફોનમાં રહેલા અંગત ડેટા, બેંકિંગ વિગતો, ફોટા, પાસવર્ડ અને અન્ય મહત્વના દસ્તાવેજો સુધી પહોંચી શકે છે. કેટલાક કિસ્સાઓમાં ડિવાઇશની આખી સિસ્ટમ પણ પ્રભાવિત થઈ શકે છે.

CERT-In એ જણાવ્યું કે આ સમસ્યા મેમરી કરપ્શન, બફર ઓવરફ્લો, નબળા ઇનપુટ વેલિડેશન અને ખોટા ઓથોરાઈઝેશન જેવી ટેકનિકલ ખામીઓને કારણે સર્જાઈ છે. સૌથી મોટી વાત એ છે કે આ જોખમ માત્ર સ્માર્ટફોન પૂરતું મર્યાદિત નથી; ટેબ્લેટ, વાયરલેસ ઉપકરણો, નેટવર્કિંગ પ્રોડક્ટ્સ, ઓટોમોટિવ સિસ્ટમ (ગાડીઓની સિસ્ટમ) અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ઉપકરણો પર પણ તેની અસર થઈ શકે છે.

વધુ જુઓ...