Mon Aug 24 2026

Logo

સતત ત્રીજા મહિને ગુજરાત આવશે પીએમ મોદી, જાણો આ વખતે શું છે કાર્યક્રમ

2026-03-11 13:48:00
Author: Mayur Patel
સતત ત્રીજા મહિને ગુજરાત આવશે પીએમ મોદી, જાણો આ વખતે શું છે કાર્યક્રમ

ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પીએમ મોદી ફરી એક વખત રાજ્યની મુલાકાતે આવશે. સતત ત્રીજા મહિને પીએમ મોદી તેમના ગૃહ રાજ્ય ગુજરાત આવશે. વડાપ્રધાન મોદી 31 માર્ચે ગુજરાત આવી શકે છે. તેઓ ઉત્તર ગુજરાતની મુલાકાત લઈ શકે છે. PM મોદીની ગુજરાત મુલાકાત ખાસ કરીને સ્થાનિક સ્વરાજ ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં અત્યંત મહત્ત્વની ગણાઈ રહી છે. ગુજરાત ભાજપની ચૂંટણીની તૈયારીઓ, સંગઠન કેટલું મજબૂત છે અને ક્યાં સુધારો જરૂરી છે, આ તમામ મુદ્દે PM સ્વયં સમીક્ષા કરશે.

આ પહેલા વડા પ્રધાન મોદી 28 ફેબ્રુઆરીએ ગુજરાત આવ્યા હતા. તેમણે સાણંદમાં પ્રથમ સ્વદેશી ચીપ દેશને સમર્પિત કરી હતી. સાણંદ ખાતેના સેમિકન્ડકટર પ્લાન્ટની રૂબરુ મુલાકાત લીધી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરી,2026થી ત્રણ દિવસની ગુજરાત મુલાાકાતે આવ્યા હતા. તેમણે સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લીધો હતો. જે બાદ રાજકોટમાં  રીજનલ વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપરાંત અમદાવાદમાં  જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત કરી હતી તેમજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.