નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં રવિવારે ચાર જાહેર સભાઓ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક 'ઝાલમુડી'ની દુકાનની મુલાકાત લીધી હતી, પરંતુ સૌથી મોટી વાત એ હતી કે ગૂગલ સર્ચમાં 22 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. આ મુલાકાતના વીડિયોને ૨૪ કલાકમાં ઇન્સ્ટાગ્રામ પર ૧૦ કરોડ(૧૦૦ મિલિયન) અને ફેસબુક પર લગભગ ૯ કરોડ(૯૦ મિલિયન) વ્યૂઝ મળ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર 'ઝાલમુરી' માટે ગુગલ સર્ચ ટ્રાફિક છેલ્લા ૨૨ વર્ષમાં સૌથી વધુ રહ્યો છે. રવિવારે પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રવાસ દરમિયાન અચાનક રોકાઇ જતાં મોદીએ ઝારગ્રામમાં 'ઝાલમુડી'નો સ્વાદ ચાખ્યો હતો. આ એક લોકપ્રિય બંગાળી સ્ટ્રીટ ફૂડ (ભેળ) છે, જે મમરા, લીલા મરચાં અને અન્ય મસાલાઓથી બને છે.
એક સૂત્રએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં ઝાલમુડીની દુકાનમાં વડાપ્રધાનની મુલાકાતને ઇન્સ્ટાગ્રામ પર ૨૪ કલાકમાં ૧૦ કરોડ અને ફેસબુક પર લગભગ ૯ કરોડ વ્યૂઝ મળ્યા છે. મોદીએ ઝાલમુડીનો સ્વાદ ચાખ્યો અને બાદમાં તેના ફોટા તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યા હતા.
વડા પ્રધાને તેમના એક્સ હેન્ડલ પર લખ્યું કે રવિવારે પશ્ચિમ બંગાળમાં ચાર જાહેર સભાઓના વ્યસ્ત પ્રવાસ વચ્ચે મેં ઝારગ્રામમાં સ્વાદિષ્ટ અને ચટપટી ઝાલમુડીનો સ્વાદ ચાખ્યો. આ સાથે તેમણે આ મુલાકાતનો એક વીડિયો પણ શેર કર્યો હતો.