Wed Sep 02 2026

Logo

બજેટસત્ર 13 દિવસ સુધી સ્થગિત, મહિલા અનામત બિલ મુદ્દે સરકારનો એજન્ડા નક્કી

2026-04-02 19:38:00
Author: Mumbai Samachar Team
બજેટસત્ર 13 દિવસ સુધી સ્થગિત, મહિલા અનામત બિલ મુદ્દે સરકારનો એજન્ડા નક્કી

નવી દિલ્હીઃ બજેટ સત્ર ખતમ થયું નથી ત્યાં ગુરૂવારે બજેટ સત્ર અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. રાજ્યસભા અને લોકસભામાં તમામ સાંસદ નાનકડા બ્રેક બાદ હવે 16 એપ્રિલના રોજ એકઠા થશે અને ફરીથી ચર્ચાઓ શરૂ થશે. હાલમાં સરકારનું સંપૂર્ણ ફોક્સ મહિલા અનામત કાયદા પર છે. સરકાર ટૂંક સમયમાં આને લાગુ કરવા પર પ્રયાસ કરી રહી છે. આ માટે લોકસભામાં હાલની બેઠકની સંખ્યા 546થી વધારીને 816 કરવાની તૈયારીઓમાં છે. 

ફરીથી ચર્ચા વિચારણા થશે
આ કાયદા સંબંધિત બિલ અને અન્ય જરૂરી સંવિધાન સંશોધનને પાસ કરવા માટે સંસદ ફરીથી બોલાવવામાં આવશે. આ સત્ર 16 એપ્રિલથી 18 એપ્રિલ સુધી ચાલું રહેશે. ગુરૂવારે જ્યારે સદનમાં ચર્ચા ચાલી રહી હતી એ સમયે રાજ્યસભામાં ઉપ-સભાપતિ હરિવંશે સદનને 16 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવાની જાહેરાત કરી હતી. આ પહેલાના નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર 28મી જાન્યુઆરીથી શરૂ થયેલું સત્ર 2 એપ્રિલના રોજ ખતમ થવાનું હતું. સરકારના એજન્ડામાં કેટલુંક કામ અને મોટો એજન્ડા બાકી છે. આ માટે હવે શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વર્ષ 2023માં સંસદ દ્વારા ભારે બહુમતીથી પસાર કરવામાં આવેલા 'મહિલા અનામત બિલ' (નારી શક્તિ વંદન અધિનિયમ) ના અમલીકરણમાં રહેલી ટેકનિકલ અડચણોને દૂર કરવા માટે સરકાર હવે મોટું પગલું ભરવા જઈ રહી છે. 

આવી પણ શક્યતાઓ હતી
વર્તમાન કાયદા મુજબ, નવી વસ્તી ગણતરી અને સીમાંકન (Delimitation) પછી જ આ અનામત લાગુ થઈ શકે તેમ હતું, જેમાં ઘણો સમય લાગે તેવી શક્યતા હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદી સરકાર એક સુધારા બિલ લાવી રહી છે. આ સુધારા હેઠળ, નવી વસ્તી ગણતરીની રાહ જોયા વિના, 2011ની વસ્તી ગણતરીના આંકડાઓને આધારે જ સીમાંકનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ફેરફારનો હેતુ વર્ષ 2029ની લોકસભા ચૂંટણી પહેલા મહિલાઓને તેમનો હક અપાવવાનો છે. જો આ સુધારા બિલ પસાર થાય છે, તો ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી મોટો ફેરફાર જોવા મળી શકે છે. લોકસભાની વર્તમાન 543 બેઠકો વધારીને 816 કરવામાં આવી શકે છે.

મહિલાઓને મળશે મોટો લાભ
મહિલા અનામત બેઠકોની સંખ્યામાં સીધો 50% વધારો થવાથી, કુલ બેઠકોમાંથી ત્રીજા ભાગની એટલે કે અંદાજે 273 બેઠકો મહિલાઓ માટે અનામત થઈ જશે. બેઠકો વધારવા પાછળનો તર્ક એ પણ છે કે મહિલા અનામત લાગુ કરતી વખતે વર્તમાન સાંસદોની બેઠકો પર કોઈ જોખમ ન આવે અને પ્રતિનિધિત્વમાં સંતુલન જળવાય.આ ફેરફારથી માત્ર લોકસભામાં જ નહીં, પરંતુ રાજ્યોની વિધાનસભા બેઠકોમાં પણ વધારો થવાની શક્યતા છે.