Sun Aug 30 2026

Logo

અખાત્રીજ નિમિત્તે 20 એપ્રિલના રોજ પાલિતાણાથી બાન્દ્રા માટે સ્પેશિયલ ટ્રેન ચાલશે

2026-04-16 21:36:34
Author: Pooja Shah
અખાત્રીજ નિમિત્તે 20 એપ્રિલના રોજ પાલિતાણાથી બાન્દ્રા માટે સ્પેશિયલ ટ્રેન ચાલશે

ભાવનગરઃ યાત્રીઓની સુવિધા તેમજ “અખાત્રીજ (અક્ષય તૃતીયા)”ના અવસર પર પાલિતાણા જૈન મંદિર ખાતે વધતી શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડે પાલિતાણા અને બાન્દ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બાન્દ્રા ટર્મિનસથી પાલિતાણા માટે ચાલનારી બાન્દ્રા–પાલિતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09023) તા. 18 એપ્રિલ, 2026 (શનિવાર)ના રોજ બાન્દ્રા ટર્મિનસથી બપોરે 14:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે વહેલી સવારે 05:00 વાગ્યે પાલિતાણા પહોંચશે.

આ જ રીતે પરત ફરતી પાલિતાણા–બાન્દ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09024) તા. 20 એપ્રિલ, 2026 (સોમવાર)ના રોજ પાલિતાણાથી રાત્રે 20:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 11:20 વાગ્યે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં સિંહોર (ગુજરાત), સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર ઠેરાવ કરશે. 

યાત્રીઓની સુવિધા માટે ટ્રેનમાં સ્લીપર ક્લાસ તથા એસએલઆરડી કોચ ઉપલબ્ધ રહેશે, તેવી માહિતી રેલવેએ આપી હતી.