Tue Sep 15 2026

Logo

આજે NEET PGની પરીક્ષાઃ વિદ્યાર્થીઓ મોડા પડતાં હોબાળો, વાલીઓને સારા પેપરની આશા

2026-08-30 12:15:37
Author: Mumbai Samachar Team
આજે NEET PGની પરીક્ષાઃ વિદ્યાર્થીઓ મોડા પડતાં હોબાળો, વાલીઓને સારા પેપરની આશા

રાજકોટઃ ગુજરાત રાજ્યના 15 હજાર સહિત અનેક નાના-મોટા શહેરમાં નીટની PGની પરીક્ષાઓ ચાલી રહી છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નક્કી કરેલા સમય કરતા વહેલી પહોંચી ગયા હતા.પણ રાજકોટમાં એક એવી ઘટના બની જેને ફરી એકવાર સિસ્ટમ સામે સવાલ કરી દીધા છે. આત્મીય યુનિવર્સિટી ખાતે એક વિદ્યાર્થિની મોડી પડતા તેને એન્ટ્રી આપવામાં આવી ન હતી. આ કારણે તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. એટલું જ નહીં આ પછી તે બેભાન થઈ જતા એક્ઝામ સેન્ટર પર દેકારો મચી ગયો હતો. 

એકમાત્ર નેશનલ લેવલની પરીક્ષા

આ પછી મુખ્ય સંચાલક દ્વારા વિદ્યાર્થિને પરીક્ષામાં બેસવા દેવામાં આવતા મામલો ઉકેલાયો હતો. માત્ર રાજકોટની વાત નથી પણ અમદાવાદમાં પણ સિલ્વર ઓક યુનિ. માં આપવામાં આવેલા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ મોડા પહોંચ્યા હતા. આ કેન્દ્ર પર એક વિદ્યાર્થી બોટાદથી અને એક વિદ્યાર્થી જૂનાગઢથી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. NEET PG ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય અને સૌ વિદ્યાર્થીઓના પેપર સારા જાય એવી વાલીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને સતત જે રીતે વિવાદ થઈ રહ્યા છે એને લઈને NEET PGની આ પરીક્ષા વ્યવસ્થા પહેલા સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે NEET PGની પ્રવેશ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.  આ એકમાત્ર નેશનલ લેવલની પરીક્ષા છે જેનું આયોજન દર વર્ષે દેશભરના સેન્ટર પર કરવામાં આવે છે. આ પરીક્ષાના પરિણામ બાદ મેડિકલની  ખાલી બેઠકોને ભરવામાં આવે છે. 

 180 MCQ ના સાચા જવા આપવાના રહેશે

જો ઉમેદવારે વિદેશમાંથી MBBS કર્યું હોય તો તેણે પહેલા FMGE પરીક્ષા પાસ કરવી પડે છે, જ્યારે આ પરીક્ષા આપવા માટે કોઈ વય મર્યાદા કે અટેમ્પ્ટની મર્યાદા રાખવામાં આવી નથી. આ પરીક્ષા પાસ કર્યા બાદ જે તે વિદ્યાર્થીઓ દેશની તમામ સરકારી તેમજ ખાનગી કૉલેજમાં મેડિકલ શાખાામં એડમિશન લઈને અભ્યાસ કરી શકે છે. MD, DNB અને MS જેવા ઉચ્ચ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષમાં મેરિટના આધારે પ્રવેશ મેળવી શકે છે. નીટની પેપર લીક થયા બાદ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને પેપર રવાના કરતા પહેલા અને સેન્ટર સોંપાતા પહેલા આ સુરક્ષાના પાસાને ખાસ ચેક કરવામાં આવે છે. આ વર્ષે ઉમેદવારોને 180 MCQ ના સાચા જવા આપવાના રહેશે. દરેક સાચા જવાબ માટ 4 માર્ક આપવામાં આવે છે. જ્યારે ખોટા જવાબ સામે 1 માર્ક કાપવામાં આવે છે.