Sun Mar 08 2026

Logo

એનટીપીસીની પાવર મંત્રાલયને ડિવિડંડ પેટે રૂ. 2666.58 કરોડની ચુકવણી...

1 week ago
Author: Ramesh Gohil
Article Image

NTPC


નવી દિલ્હી જાહેર ક્ષેત્રની ઈલેક્ટ્રિસિટી જનરેટર કંપની એનટીપીસીએ પાવર મંત્રાલયને ગત નાણાકીય વર્ષ 2025-26નાં બીજા વચગાળાના ડિવિડંડ પેટે રૂ. 2666.58 કરોડની ચુકવણી કરી હોવાનું ગત શુક્રવારે એક યાદીમાં જણાવ્યું હતું.

કંપનીની યાદી અનુસાર ગત શુક્રવારે કંપનીના અધિકારીઓ દ્વારા ઔપચારિક રીતે પાવર મિનિસ્ટર મનોહરલાલને આ ચેક સુપરત કરવામાં આવ્યો હતો. એનટીપીસીએ જણાવ્યું હતું કે કંપનીએ નાણાકીય વર્ષ 2025-26ના બીજા વચગાળાના ડિવિડંડ માટે ભરપાઈ મૂડીનાં 27.50 ટકાના ધોરણે ગત 27મી ફેબ્રુઆરીના રોજ રૂ. 2666.58 કરોડ ચૂકવ્યા છે. આ સાથે જ કંપનીએ સતત 33મા વર્ષમાં ડિવિડંડની ચુકવણી કરી છે.

નોંધનીય બાબત એ છે કે એનટીપીસી એ દેશની સૌથી મોટી પાવર ઉત્પાદક કંપની છે જે દેશની કુલ ઈલેક્ટ્રિસિટીની માગ પૈકી એક-ચતુર્થાંશ માગ પૂરી પાડે છે. કંપની 87 ગિગા વૉટ કરતાં વધુ સ્થાપિત ક્ષમતા ધરાવે છે અને 32 ગિગા વૉટની ક્ષમતા બાંધકામ હેઠળ છે.