Fri Sep 04 2026

Logo

નેપાળમાં ભારત મોકલશે ટનલ રેસ્ક્યુ ટીમ, ચીન તરફ રહેલા 400 ભારતીયો સુરક્ષિત

2026-08-28 19:24:29
Author: Chandrakant Kanoja
નેપાળમાં ભારત મોકલશે ટનલ રેસ્ક્યુ ટીમ, ચીન તરફ રહેલા 400 ભારતીયો સુરક્ષિત

નવી દિલ્હી: નેપાળમાં વિનાશક પૂર કારણે ભારે તબાહી સર્જાઇ છે. જેમાં પગલે ભારતે પણ મુશ્કેલ સમયમાં નેપાળને મદદ મોકલી છે. તેમજ વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારત નેપાળમાં ટનલ  રેસ્ક્યૂ ટીમ પણ મોકલશે. આ ઉપરાંત ભારતીય મૂળના 100 લોકો હજુ પણ ગાયબ છે. જ્યારે ચીન તરફ રહેલા 400 ભારતીયો સુરક્ષિત છે. 

રાહત સામગ્રી સાથે બે વિમાનો પહેલાથી જ રવાના

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તાજેતરની દુર્ઘટના બાદ ભારતે નેપાળને  માનવતાવાદી સહાય પૂરી પાડી છે તેનાથી તમે વાકેફ છો. વધુ સહાય મોકલવામાં આવી રહી છે. રાહત સામગ્રી સાથે બે વિમાનો પહેલાથી જ રવાના થઈ ગયા છે અને ત્રીજુ વિમાન આજે સાંજે રવાના થવાની અપેક્ષા છે. 

બેલી બ્રિજ આપવાની ઓફર કરી

તેમજ નેપાળની વિનંતી પર અમે એક ટનલ રેસ્ક્યૂ ટીમ તૈનાત કરવાની તૈયારી કરી રહ્યા છીએ. જેમાં જરૂરી સાધનો સહિતની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા માટે પહેલા એક રિકોનિસન્સ ટીમ મોકલવામાં આવી રહી છે. એક મેડિકલ ટીમ પણ મોકલવામાં આવી રહી છે. અમે નેપાળના અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવામાં મદદ કરવા માટે તકનીકી ટીમો સાથે બેલી બ્રિજ આપવાની ઓફર કરી છે.

NDRF ટીમોને તૈનાત કરવા માટે ચોક્કસ ઓફર કરી

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, નેપાળમાં બેલી બ્રિજ પહેલેથી જ ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ રાહત કામગીરી માટે થઈ શકે છે.  અમે નેપાળી અધિકારીઓને NDRF ટીમોને તૈનાત કરવા માટે ચોક્કસ ઓફર કરી છે. આ ટીમો  શોધ અને બચાવ કામગીરીમાં મદદ કરી શકે છે અને દુર્ઘટનાથી પ્રભાવિત લોકોને રાહત પહોંચાડી શકે છે. અમે આ બાબતે નેપાળ સરકારના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છીએ. ભારત સરકાર બચાવેલા લોકોને સ્વદેશ પરત મોકલવાની વ્યવસ્થા કરી રહી છે.