Mon Jun 01 2026

Logo

NEET પેપર લીક કેસ: મુખ્ય સૂત્રધાર પી. વી. કુલકર્ણીના અનધિકૃત બાંધકામ પર ચાલ્યું બુલડોઝર

2026-06-01 21:15:18
Author: mumbai samachar team
Article Image

મુંબઈ/નાશિકઃ દેશભરમાં ગાજેલા NEET પેપર લીક કેસના મુખ્ય આરોપી પી. વી. કુલકર્ણી સામે વહીવટીતંત્રે લાલ આંખ કરી છે. બીડના શાહુનગર વિસ્તારમાં કોઈ પણ પરવાનગી વગર નિયમોનું ઉલ્લંઘન કરીને બની રહેલા તેના એક મોટા ગેરકાયદે કમર્શિયલ કોમ્પ્લેક્સ પર મ્યુનિસિપલ વહીવટીતંત્રે કડક કાર્યવાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં ચર્ચામાં રહેલા નીટ પેપર લીક કેસના મુખ્ય સૂત્રધાર તરીકે નામાંકિત પી. વી. કુલકર્ણીના બીડમાં અનધિકૃત બાંધકામ પર આખરે બુલડોઝર ચલાવવામાં આવ્યું છે.

નીટ પેપર લીક કેસની તપાસ ચાલી રહી હતી ત્યારે, એવું બહાર આવ્યું હતું કે પી. વી. કુલકર્ણીની બીડમાં મોટી મિલકત છે .આખરે પી. વી. કુલકર્ણીના બીડમાં અનધિકૃત બાંધકામ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે.

શાહુનગર વિસ્તારમાં એક મોટું કમર્શિયલ કોમ્પ્લેક્સ બની રહ્યું હોવાની માહિતી મળ્યા બાદ, મ્યુનિસિપલ વહીવટીતંત્રે બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું. જ્યારે મ્યુનિસિપલ અધિકારીઓએ સ્થળ પર જઈને બાંધકામનું માપન અને નિરીક્ષણ કર્યું, ત્યારે તેમને જાણવા મળ્યું કે ઘણા નિયમોનું ઉલ્લંઘન થયું છે. વહીવટીતંત્ર દ્વારા ધ્યાનમાં આવ્યું કે બાંધકામ પરવાનગી વિના, અનધિકૃત રીતે ચાલી રહ્યું હતું. 

ત્યાર બાદ સંબંધિતોને નોટિસ જારી કરવામાં આવી હતી અને તેમને ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ જાતે જ બાંધકામ તોડી નાખે, અન્યથા નગરપાલિકા નિર્ણાયક કાર્યવાહી કરશે. 
નગરપાલિકા દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા પછી, હવે પી. વી. કુલકર્ણી વતી સંબંધિત બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યું છે.  અને આ કાર્યવાહીએ નાગરિકોનું ધ્યાન ખેંચ્યું છે.

દરમિયાન નીટ પેપર લીક કેસને કારણે પહેલાથી જ સમાચારમાં રહેલા પી. વી. કુલકર્ણીની મિલકત પરની આ કાર્યવાહીએ બીડ જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ જગાવી છે.