Wed Jun 17 2026

Logo

નાશિકમાં વૈતરણા ડેમ નજીક ચાર કોલેજિયન પાણીમાં ડૂબ્યા

2026-04-13 18:00:55
Author: Yogesh D Patel
Article Image

નાશિક: નાશિક જિલ્લામાં વૈતરણા ડેમ નજીક બે ઘટનામાં ચાર કોલેજિયનના પાણીમાં ડૂબવાથી મોત થયાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર રવિવારે વૈતરણા ડેમ વિસ્તારમાં ઝરવાડ બેટ (ટાપુ) ખાતે સ્થાનિક કોલેજના ચાર વિદ્યાર્થી પાણીમાં ઊતર્યા હતા.

એક ઘટનામાં આદિત્ય પ્રમોદ વનારે (20) અને વીરેન્દ્ર નંદન પાટીલ (20) તરીકે ઓળખાયેલા બે વિદ્યાર્થી ડૂબી ગયા હતા અને તેમના મૃતદેહ સોમવારે મળ્યા હતા. આદિત્ય બુલઢાણા જિલ્લાનો રહેવાસી હતો, જ્યારે વીરેન્દ્ર નંદન પાટીલ જળગાંવનો રહેવાસી હતો, એમ ઘોટી પોલીસ સ્ટેશનના  અધિકારીએ કહ્યું હતું.

દરમિયાન બીજી ઘટનામાં નાશિકના રહેવાસી અથર્વ સુનીલ ગોસાવી (21) અને મનીષ દિલીપ ચવાણ (21) રવિવારે સાંજે ડેમ નજીક દુર્ગાડી ઝરણામાં તણાયા હતા. બનાવની જાણ થયા બાદ રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે અંધારાને કારણે રાતે તે બંધ કરી દેવામાં આવ્યું હતું. બંનેના મૃતદેહ સોમવારે મળી આવ્યા હતા. ઘોટી પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે બે એડીઆર દાખલ કરવામાં આવ્યા હતા. (પીટીઆઇ)