Wed Jun 17 2026

Logo

પેરિસમાં જી-7 સમિટમાં ટ્રમ્પની ધમકી, અમેરિકી સૈન્ય ઈરાન સામે ગમે ત્યારે બૉંબમારો કરી શકે છે

Paris   2026-06-17 18:04:51
Author: mumbai samachar team
Article Image

પેરિસઃ પેરિસમાં ચાલી રહેલી જી-7 સમિટમાં અનેક દેશના વડા એકઠા થયા છે. દુનિયાના મોટાભાગના દેશની નજર અમેરિકા-ઈરાન વચ્ચેની સમજૂતી પર છે. પણ ડૉનાલ્ડ ટ્રમ્પ જાણે લડી લેવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે. પીસ ડીલને લઈને તેમણે આપેલું નિવેદન ફરી ચર્ચાના કેન્દ્રમાં છે. અરબ રિપબ્લિક ઓફ મિસરના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસી સાથે દ્વીપક્ષીય બેઠક દરમિયાન તેમણે ઈરાન સાથેની શાંતિવાર્તાને લઈને વાત કરી હતી. 

આ કઈ ડીલની વાત આવી?
ટ્રમ્પે ફોડ પાડતા કહ્યું હતું કે, ઈરાન સાથે હાલ જે એમઓયુ છે એ અંતિમ નથી. જો સમજૂતી પસંદ નહીં આવે તો અમેરિકા સૈન્ય કાર્યવાહી કશે અને બૉંબમારો પણ કરી શકે છે. અમેરિકા કોઈપણ સમયે સૈન્ય કાર્યવાહી પર પરત ફરી શકે છે. ઈરાન સાથે વાતચીત કર્યા બાદ એક મજબૂત ડીલ પ્લાન કરવામાં આવી છે. અત્યાર સુધી કોઈ આ ડીલ અંગે જાણતુ નથી. હાલ એવું મનાય રહ્યું છે કે, અત્યારે જે ડીલ મૂકવામાં આવી છે એ અંતિમ છે. ટૂંક સમયમાં ડીલને અંતિમ રૂપ આપવમાં આવી શકે છે. અબ્દેલ ફત્તાહ અલ સીસી સાથેની બેઠકથી એકવાત એ સ્પષ્ટ થઈ ગઈ છે કે,ઈરાન પર અમેરિકાની પોલિસી હજુ પણ ડિપ્લોમસી તથા દબાણના બેવડા ધારાધોરણ અનુસાર આગળ વધી શકે છે. 

ઈરાન માટે ચેતવણી 
જી7 શિખર સંમેલનમાં ટ્રમ્પના નિવેદનને ઈરાન માટે ચેતવણી સમાન માનવામાં આવે છે. એકબાજુ અમેરિકા સમજૂતીના વિકલ્પને ખુલ્લો રાખવા માગે છે બીજી તરફ એક સંદેશ આપવા માગે છે કે, તે પોતાની રણનીતિ તથા અમેરિકાના હિતને લઈને કોઈ બાંધછોડ કરશે નહીં. હવે મુદ્દો એ છે કે, શાંતિવાર્તામાં આગળ શું થશે, બીજી તરફ ડીલ જે નક્કી કરવામાં આવી છે એમાં ઈરાન અમેરિકાની કેટલી માગ સાથે સહમત થશે. ટ્રમ્પે આગળ વાત કરતા કહ્યું હતું કે, જે લોકો દુનિયામાં મંદી જોવા માગે છે તેઓ મુર્ખ છે. ઈરાનમાં અમેરિકી રોકાણને લઈને સ્પષ્ટતા પણ કરી કે, અમેરિકા કોઈ રીતે 300 બિલિયન ડૉ઼લરનું રોકાણ કરતો નથી. હાલમાં જે એમઓયુ નક્કી થયો છે કોઈ રીતે ફાઈનલ નથી. 

આર્થિક સ્તરે ક્યા પાસાની અસર વધુ?
જે લોકો મંદીની વાત કરી રહ્યા છે તેઓ અર્થ વ્યવસ્થા અને સ્થિરતાનું મુલ્ય સમજતા જ નથી. સ્ટ્રેટ કદી નહીં ખુલે.ટ્રમ્પની વાત પરથી એ નક્કી થતું નથી કે તેઓ કઈ મંદી, ક્યા દેશની અને ક્યા જળમાર્ગની વાત કરી રહ્યા છે. હકીકત એ પણ છે કે, ઈરાન અમેરિકા વચ્ચે થયેલા યુદ્ધના કારણે ખોરવાયેલી સપ્લાય ચેઈન હજુ પહેલા જેવી થઈ નથી.ખાસ કરીને એશિયાના દેશ હજુ પણ મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. ઘણી એવી શિપિંગ કંપનીઓ પોતાના ટ્રાંઝેક્શન કરતા પહેલા સો વાર વિચાર કરે છે. કારણ કે, હોર્મુઝમાંથી જહાજ પસાર થવા જેવા બાબતે હજુ પણ જોખમ છે. અમેરિકા ઘણીવાર અચાનક હુમલો કરી બેસે તો ખોટ ખાવાનો વારો આવે.