ભુજઃ કચ્છના પોર્ટ સિટી મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામના વાડી વિસ્તારમાં સગીર વયની બાળકી પર છેલ્લા દોઢ વર્ષથી ધાક-ધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો શરમજનક કિસ્સો બહાર આવ્યો છે. નરાધમની કરતૂતના કારણે સગીરા ગર્ભવતી બની જતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેને પગલે પરિવારે પોલીસ મથકે પહોંચી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ, મોટા કાંડાગરાની વાડી વિસ્તારમાં રહેતી સગીરાને ડરાવી-ધમકાવીને મુન્ના પોપટ નાયક નામનો શખ્સ છેલ્લા દોઢ વર્ષથી તેની મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કરતો હતો. સગીરાના શરીરમાં ફેરફારો થતાં અને તે ગર્ભવતી હોવાનું માલૂમ પડતાં પરિવારે પૂછપરછ કરી હતી, જેમાં આરોપીની કાળી કરતૂતનો પર્દાફાશ થયો હતો.
બનાવ અંગે સગીરાના પરિજનોએ મુંદરા પોલીસ મથકે આપઘાત અને શોષણ સબંધી આપવીતી જણાવતાં પોલીસે આરોપી મુન્ના પોપટ નાયક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો નોંધી, આરોપીને ઝડપી પાડવા કવાયત આદરી છે.
ઉત્સવ વૈદ્ય