Sun Jun 07 2026

Logo

પાલિકાની તિજોરીને ફરી ફટકો: એલપીજીની પાઈપલાઈન માટે કૉંક્રીટીકરણ કરેલા રસ્તાને ફરી ખોદવાની મંજૂરી

2026-05-27 11:36:51
Author: Sapna Desai
Article Image

ખોદેલા રસ્તા ફરી પૂરવા  ૬૧૮ કરોડનો થશે ખર્ચ

(અમારા પ્રતિનિધિ તરફથી)


મુંબઈ: વૈષ્વિક સ્તરે ઇંધણ પુરવઠામાં નિર્માણ થયેલી અછતને પગલે મુંબઈ મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારના નિર્દેશો હેઠળ પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઝડપી બનાવવા માટે મહાનગર ગેસ લિમિટેડ (એમજીએલ) ને અઠવાડિયાના સાતેય દિવસ ૨૪ કલાક માટે ટ્રેન્ચિંગ અને પાઇપલાઇનનાં કામો હાથ ધરવાની મંજૂરી આપી છે.  જોકે  ખોદકામને કારણે ટ્રેન્ચિંગ -રિફિલિંગ ખર્ચમાં તીવ્ર વધારો થયો છે, જેના કારણે મહાનગરપાલિકાને સાત ઝોનમાં તેના કૉન્ટ્રેક્ટમાં  બમણાથી વધુ કરવા પડ્યા છે.

બુધવારે પાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ રજૂ એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવવાનો છે, જેમાં   ટ્રેન્ચિંગ ભરવા માટેનો ખર્ચ ૨૪૩.૫૨ કરોડથી વધારીને ૫૮૩.૦૨ રૂપિયા કરોડ કરવાનો પ્રસ્તાવ છે, જ્યારે કર સહિત સુધારેલ કુલ પ્રોજેક્ટ ખર્ચ રૂ. ૬૧૮ કરોડ હોવાનો અંદાજ છે. દરમિયાન, મહાનગરપાલિકા સમગ્ર મુંબઈમાં રસ્તા ખોદકામના વધતા પ્રમાણને નિયંત્રિત કરવા માટે નવી ટ્રેન્ચિંગ પોલિસી પણ રજૂ કરે તેવી શક્યતા છે. 

પાલિકાના ૨૪ વહીવટી વોર્ડ દ્વારા રજૂ કરાયેલા ડેટા દર્શાવે છે કે સાત ઝોનમાં ટ્રેન્ચિંગ રિફિલિંગ કામો માટે મંજૂર કરાયેલા મૂળ ૨૪૩.૫૨ કરોડ રૂપિયામાંથી આશ્ચર્યજનક રીતે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યાના થોડા મહિનાઓમાં જ ૨૧૨.૨૩ કરોડ રૂપિયા ખર્ચ થઈ ગયા છે, જે સમગ્ર શહેરમાં  મોટા પાયે રસ્તા ખોદકામ થઈ રહ્યા હોવાનું જણાઈ આવ્યું છે. નો પાલિકા પ્રશાસને  હવે કામોને ટકાવી રાખવા માટે વધારાના ૩૩૯.૫ કરોડ રૂપિયાની માગ કરી છે. સૌથી વધુ પ્રસ્તાવિત ફાળવણીઓમાં દક્ષિણ મુંબઈને કોલાબાથી ભાયખલા સુધી આવરી લેતા ઝોન-૧ માટે ૫૯ કરોડ રૂપિયા, ઘાટકોપર, ભાંડુપ અને મુલુંડને આવરી લેતા ઝોન-૬ માટે ૫૭ કરોડ રૂપિયા અને કુર્લા, ચેમ્બુર અને ગોવંડીને આવરી લેતા ઝોન-૫ માટે ૫૧.૫ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

પાલિકાની નવી ટ્રેન્ચિંગ પોલિસી રજૂ કરશે. હાલમાં પાઇપલાઇન અથવા કેબલ નાખવા માટે ખોદવામાં આવેલા રસ્તાઓ પાલિકા દ્વારા નિયુક્ત કોન્ટ્રાક્ટરો દ્વારા પુન:સ્થાપિત કરવામાં આવે છે, અને યુટિલિટીઝન એજન્સીઓ ખર્ચ માટે પાલિકાને વળતર આપે છે. જો કે, વારંવાર ખોદકામ અને નબળી-ગુણવત્તાવાળા પુન:સ્થાપનની વધતી ફરિયાદો વચ્ચે પાલિકા એક મોટા નીતિગત સુધારાની યોજના બનાવી રહી છે જે ઉપયોગિતા એજન્સીઓને ખોદકામ કરતા રસ્તાઓને પુન:સ્થાપિત કરવા માટે સીધી જવાબદાર બનાવશે. પ્રસ્તાવિત માળખા હેઠળ, એજન્સીઓએ જાતે જ ખોદેલા રસ્તા  ભરવાનું કામ કરવું પડી શકે છે, જ્યારે પાલિકાની મદદ મેળવવા માંગતા લોકોને નોંધપાત્ર રીતે વધુ ચાર્જ ચૂકવવાનું કહેવામાં આવી શકે છે.