મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટના કડક વલણ બાદ મધ્ય રેલવે દ્વારા મુંબઈના ગોરેગાંવ અને મલાડ વચ્ચે રેલવેની જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવાની મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સિટી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ભારે મશીનરી અને જેસીબી (JCB) દ્વારા કાયમી અને હંગામી ધોરણે વસાહતો તોડી પાડવાનું કામ ચાલુ છે.
આ સિવાય બાંદ્રાના ગરીબનગર વિસ્તારમાં પણ આશરે 500 જેટલા ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું છે, જ્યાં સ્થાનિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાવચેતીપૂર્વક ડિમોલિશનની કામગીરી હજુ પણ ચાલુ છે. બોમ્બે હાઇકોર્ટ નજીકની રેલવેની જમીન પરના ગેરકાયદે બાંધકામોને દૂર કરવા ગોરેગાંવ-મલાડ વચ્ચે મધ્ય રેલવે દ્વારા અતિક્રમણ વિરોધી ઝુંબેશ ચાલી રહી છે.
મધ્ય રેલવેના મુખ્ય કોરિડોર પર ગોરેગાંવ અને મલાડ વચ્ચેના ઘણા ગેરકાયદે બાંધકામોનું કોર્ટના નિર્દેશ પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ ડિમોલિશન ઇસ્ટર્ન તરફ કિલોમીટર 28/3 અને 28/6 એમ બંને બાજુના અંતરે હાથ ધરવામાં આવશે. કાયમી અને હંગામી એમ બન્ને વસાહતોનો ધ્વસ્ત કરવામાં આવશે.
અધિકારીઓના અહેવાલ મુજબ 36 મજબૂત અને 24 જેવા નબળા બાંધકામોને તોડી પાડવામાં આવશે. ભારે મશીનરી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે 26 જેવી કાયમી વસાહતોને અગાઉ તોડી પાડવામાં આવી છે. હજુ આગળ પણ શરુ રહેશે. બોમ્બે હાઇ કોર્ટ દ્વારા આ નાણાકીય વર્ષ ફેબ્રુઆરી 2026ના અરજી કરવામાં આવી હતી.
આ ડિમોલિશન પ્રક્રિયા સરળ રીતે પૂર્ણ કરવા સિટી પોલીસ, રેલવે પ્રોટેકશન ટીમ (આરપીએફ)ને તહેનાત કરવામાં આવી હતી તેમ જ રેલવેની ખાલી જગ્યા પર JCB મશીન અને ભંગાર એકઠો કરવા માટે ડમ્પરોની વ્યવસ્થા અગાઉથી કરી દેવામાં આવી છે.
ગરીબનગરમાં આખરી ઝૂંબેશ
બાંદ્રા સ્થિત ગરીબનગર વિસ્તારમાં પણ થોડા દિવસ અગાઉ 500 જેટલા ગેરકાયદેસર બાંધકામોનો ધ્વસ્ત કરવામાં આવ્યો હતો. રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ ત્યાંની વસાહતોના નીચેના 100 જેટલા મકાનોને નુકશાનના પહોંચે તે રીતે ઉપરના માળનું ડિમોલિશન હજુ ચાલી રહ્યું છે. 50 ટકા જેટલું ડેમોલિશન પૂર્ણ થઈ ગયું છે, બાકીનું ત્યાં રહેતા નિવાસીઓને જાનમાલનું નુકશાન પહોંચે નહીં તે રીતે ડિમોલિશન ચાલી રહ્યું છે, એવું અધિકારીઓએ જણાવ્યું હતું.