Wed Apr 29 2026

Logo

વાનખેડેમાં મુંબઈનો હૈદરાબાદને 244 રન બનાવવાનો પડકાર

2026-04-29 21:50:03
Author: Ajay Motiwala
Article Image

IPL


મુંબઈઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને પ્લે-ઑફની રેસમાં ટકી રહેવા વિજયની ખાસ જરૂર છે અને એની તલાશમાં હાર્દિક પંડ્યાની ટીમે બૅટિંગ લીધા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 243 રન બનાવીને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને 244 રનનો લક્ષ્યાંક મેળવવાનો પડકાર આપ્યો છે. વાનખેડેમાં હૈદરાબાદનો રેકોર્ડ સારો નથી રહ્યો.

મુંબઈએ પ્રથમ બૅટિંગ લીધા બાદ સારી શરૂઆત કરી અને એની ઇનિંગ્સનો અંત પણ સારો રહ્યો. રાયન રિકલ્ટન (123 અણનમ, પંચાવન બૉલ, આઠ સિક્સર, દસ ફોર) આ દાવનો સુપર હીરો હતો. હાર્દિકે 15 બૉલમાં 31 રન અને નમન ધીરે 17 બૉલમાં બાવીસ રન કર્યા હતા.

IPL

રિકલ્ટન આ વખતની આઇપીએલમાં સેન્ચુરી ફટકારનાર મુંબઈનો ત્રીજો ખેલાડી બન્યો હતો. તેની પહેલાં ક્વિન્ટન ડિકૉક અને તિલક વર્માએ સદી ફટકારી હતી.

એ પહેલાં, કૅપ્ટન હાર્દિકે ટૉસ જીતીને ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. રોહિત હજીયે અનફિટ હોવાને લીધે વધુ એકાદ-બે મૅચ નથી રમ્યો. ક્વિન્ટન ડિકૉક કાંડાની ઈજાને કારણે નથી રમ્યો અને ટીમમાં ઑલરાઉન્ડર વિલ જૅક્સ ઉપરાંત રાયન રિકલ્ટન તથા રૉબિન મિન્ઝને સમાવવામાં આવ્યા. શાર્દુલ ઠાકુર અને ક્રિશ ભગતને ઇમ્પૅક્ટ પ્લેયર્સની યાદીમાં રાખવામાં આવ્યા અને હૈદરાબાદે રિસ્ટ-સ્પિનર શિવાંગ કુમારના સ્થાને ફિંગર-સ્પિનર હર્ષ દુબેને ઇલેવનમાં સમાવ્યો હતો.

વિલ જૅક્સને આ વખતે પહેલી જ વખત રમવાનો મોકો મળ્યો અને તેણે બાવીસ બૉલમાં ત્રણ છગ્ગા તથા પાંચ ચોગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા. તે હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો, પણ તેણે રિકલ્ટન સાથે 93 રનની ભાગીદારી કરી હતી. રિકલ્ટને નમન સાથે પંચાવન રનની, હાર્દિક સાથે 56 રનની તેમ જ તિલક સાથે 11 રનની અને આ વખતે પહેલી વખત રમાડવામાં આવેલા રૉબિન મિન્ઝ સાથે 11 રનની અતૂટ ભાગીદારી કરી હતી. હૈદરાબાદ વતી પ્રફુલ્લ હિન્ગેએ બે તેમ જ નીતીશ, એશાન મલિન્ગા અને સાકિબ હુસૈને એક-એક વિકેટ લીધી હતી.

IPL