Sun Sep 06 2026

Logo

મુંબઈ કોસ્ટલ રોડ પર ઇલેક્ટ્રિક કેબલ ચોરનાર ટોળકીના ચાર સભ્ય પકડાયા

2026-08-14 19:08:33
Author: Yogesh D. Patel
મુંબઈ કોસ્ટલ રોડ પર ઇલેક્ટ્રિક કેબલ ચોરનાર ટોળકીના ચાર સભ્ય પકડાયા

મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પર ઇલેક્ટ્રિક કેબલ ચોરનારી ટોળકીના ચાર સભ્યને તાડદેવ પોલીસે 48 કલાકમાં ઝડપી પાડ્યા હતા, જ્યારે સગીરને તાબામાં લેવાયો હતો. તાડદેવ પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ હુસેન કાદર શેખ ઉર્ફે ચોકો, નૂર મોહંમદ આમિર ખાન, અમન બિલાલ શેખ અને જાફર શબ્બીર શેખ તરીકે થઇ હતી. જાફર શબ્બીર શેખ કલ્યાણ પૂર્વના કચોરે ગામનો, જ્યારે બાકીના ત્રણ જણ વરલી વિસ્તારના રહેવાસી છે.

તુફાનકુમાર સુદર્શન પંડાએ 12 ઑગસ્ટ, 2026ના રોજ તાડદેવ પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે અજાણ્યા શખસોએ બુધવારે મળસકે મુંબઈ કોસ્ટલ રોડ પર ઇલેક્ટ્રિક પોલ નંબર 725 અને 728 દરમિયાન સ્ટ્રીટ લાઇટ માટે વપરાતા 2.62 લાખ રૂપિયાની કિંમતના કોપર કેબલ ચોર્યા હતા. તુફાનકુમાર પંડાની ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. પોલીસ ટીમે ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને ટેક્નિકલ બાબતોને અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે ત્રણ આરોપીને વરલીના ભારતનગર અને માર્કન્ડેશ્ર્વર નગરમાંથી, જ્યારે ચોથા આરોપીને કલ્યાણથી ઝડપી પાડ્યો હતો.