Sat May 16 2026

Logo

જન્મ-મૃત્યુ અને લગ્નની નોંધ સહિતના જૂના દસ્તાવેજો સેકેન્ડમાં ઉપલબ્ધ થશે

2026-05-16 08:31:00
Author: Sapna Desai
Article Image

AI Image


‘ઈ ’ વોર્ડમાં નાગરી દસ્તાવેજોનું ‘વિઝન એઆઈ વૉલ્ટ’ અંતર્ગત ડિજિટલાઈઝેશન
(અમારા પ્રતિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની હદમાં રહેતા નાગરિકોને તેમના જન્મ-મૃત્યુ, વિવાહ નોંધણી  સહિતના આવશ્યક દસ્તાવેજો પાલિકાની ઓફિસમાંથી મેળવતા નાકે દમ આવી જતો હોય છે પણ નાગરિકોને તેમના મહત્ત્વના દસ્તાવેજો હવે અમુક સેકેન્ડમાં  ઉપલબ્ધ થઈ જશે.

મુંબઈ મહાનગરપાલિકાના ‘ઈ ’ પ્રશાસકીય વોર્ડના જતન કરવામાં આવેલા મહત્ત્વના નાગરી દસ્તાવેજોનું અત્યાધુનિક ‘વિઝન એઆઈ વૉલ્ટ’ સિસ્ટમ અંતર્ગત ડિજિટલ જતન કરવામાં આવવાનું છે. આ ઉપક્રમને કારણે જન્મ-મૃત્યુ, વિવાહ નોંધણી  સહિતના જૂના દસ્તાવેજોનું સુરક્ષિત સંવર્ધન કરવામાં મદદ મળશે. તેમ જ નાગરિકોને આવશ્યક દસ્તાવેજો વધુ ઝડપી અને સરળ પદ્ધતિએ ઉપલબ્ધ કરી આપવાનું શક્ય થશે. 

આર્ટિફિઝિશયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત ટેક્નોલોજીની મદદથી દસ્તાવેજોનું વર્ગીકરણ, સ્કેનિંગ અને ડિજિટલ સંગ્રહ કરવામાં આવવાનું છે. તેથી પ્રશાસનના કામકાજમાં પારદર્શકતા અને કાર્યક્ષમતા વધવામાં મદદ મળશે, જે  પ્રક્રિયા માટે નાગરિકોને અગાઉ ૩૦ દિવસથી તો અમુક પ્રકરણમાં એકથી દોઢ વર્ષની પ્રતીક્ષા કરવી પડતી હતી, તે સેવા હવે અમુક સેકેન્ડમાં ઉપલબ્ધ થશે એવું પાલિકાના એડિશનલ કમિશનર(શહેર) અશ્ર્વિની જોશીએ જણાવ્યું હતું.

એડિશનલ કમિશનરે જણાવ્યું હતું કે ઈ-વોર્ડમાં અનેક વર્ષોથી અમૂલ્ય નાગરી દસ્તાવેજોનું જતન કરવામાં આવ્યું છે. જન્મ-મૃત્યુની નોંધ, વિવાહ નોંધણી સહિતના દસ્તાવેજો વરસાદ, ભેજવાળા વાતાવરણમાં પણ ટકી રહ્યા છે. જોકે હવે સમયાંતરે દસ્તાવેજો પરની શાહી ફીક્કી પડવા માંડી છે. દસ્તાવેજોના પાના પણ ફાટવા માંડયા છે. અમુક દસ્તાવેજો દૂળ અને જૂના કપડામાં પડી રહ્યા છે. એક સર્ટિફિકેટ માટે નાગરિકોને અઠવાડિયા, મહિનાઓથી લઈને દોઢ વર્ષ સુધીની પ્રતિક્ષા કરવી પડે છે. જોકે હવે આર્ટિફિશ્યિલ ટેક્નોલોજી(એઆઈ) આધારિત ડિજિટલ તિજોરી ‘વિઝન એઆઈ વૉલ્ટ’ ઊભી કરી રહી છે, જે ફક્ત સ્કેનિંગ અથવા પારંપારિક ઓપ્ટીકલ કેેરેકટર રિકગ્રિશન ટેક્નોલોજી પૂરતું મર્યાદિત નહીં રહેતા દસ્તાવેજોને નવસંજીવની આપવામાં આવવાની છે.