Tue Jun 16 2026

Logo

મિઝોરમમાં ભારતીય રેલવેએ રચ્યો ઈતિહાસ! કુતુબ મિનારથી ઊંચા બ્રિજ પર દોડાવી દીધી સુપરફાસ્ટ ટ્રેન

2026-06-16 21:39:56
Author: mumbai samachar team
Article Image

ઐઝવાલઃ ભારતીય રેલવેએ અનેક ઝોનમાં નવસર્જનથી ઈતિહાસ બનાવી દીધો છે. ક્યારેક દુર્ગમ વિસ્તારમાં ટ્રેન દોડાવીને તો ક્યારેક ટ્રેનની સવલતોમાં અસાધારણ ફેરફાર કરીને, તો ક્યારેક ઊંચાઈઓ પર બ્રિજ તૈયાર કરીને અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય રેલવેએ બૈરાબી-સુરંગ રેલવે પ્રોજેક્ટને સાકાર કરી બતાવ્યો છે. પૂર્વોત્તરના રાજ્યમાં કુતુબ મિનાર કરતા પણ ઊંચો બ્રિજ તૈયાર કરીને મોટી સફળતા પ્રાપ્ત કરી લીધી છે. પૂર્વોત્તર સીમાંત રેલવે અંતર્ગત મિઝોરમ રાજ્યમાં બ્રોડ ગેજ રેલ પરિયોજનાનો એક ભાગ આ પ્રોજેક્ટ હતો. 

ભૂકંપ આધારિત વિસ્તારમાં સિદ્ધિ
પહાડી વિસ્તારમાં ક્નેક્ટિવિટી આપવી સૌથી વધારે પડકારજનક છે. આવા વિસ્તારમાં ટ્રેકનું કામ થઈ પણ જાય પણ જ્યારે રેલવે એન્જિન પસાર થાય ત્યારે ઢાળ ચઢવા વધારે પ્રેશર અને બળની જરૂર પડતી હોય છે. અહીં લોકો પાયલટની પણ પરીક્ષા થાય છે. પ્રોજેક્ટના ટેકનિકલ પડકારો પર પ્રકાશ પાડતા,રેલ મંત્રી વૈષ્ણવે કહ્યું કે,ઉત્તરપૂર્વનો આ ભાગ ભૂકંપ ઝોન V હેઠળ આવે છે, જે તેને ભૂકંપ પ્રત્યે અત્યંત સંવેદનશીલ બનાવે છે. આને ધ્યાનમાં રાખીને, અમારે એક અલગ અભિગમ અપનાવવો પડ્યો અને ચોક્કસ ડીઝાઇનનો ઉપયોગ કરવો પડ્યો.આ રેલવેલાઇન પરનો સૌથી ઊંચો પુલ કુતુબ મિનાર કરતા પણ ઊંચો છે.એના પર ટ્રેકિંગ સિસ્ટમનનું ઈન્સ્ટોલેશન કરીને ટ્રેન દોડાવવામાં આવી છે. 

સૌથી મોટો પડકાર આ હતો
ભારતીય રેલવે સામે આ પ્રોજેક્ટ પૂરો કરવાનો પડકાર હતો. મિઝોરમ અતિં દુર્ગમ અને પહાડી વિસ્તારમાં આવે છે. ભૌગોલિક રીતે આ પ્રોજેક્ટ ખૂબ જ કઠિન અને અસાધારણ હતો. આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્ત્વનો હતો, પ્રથમ તબક્કામાં અશક્ય લાગી રહ્યો હતો. 51.38 કિમી લાંબી બૈરાબી-સૈરાંગ બ્રોડ ગેજ રેલવેલાઈન વિશાળ પહાડ, ઊંડી ખીણ અને ઘટાદાર જંગલમાંથી પસાર થાય છે. પ્રાકૃતિક રીતે નજરો ખૂબ જ સારો છે પણ અહીંયા કામ કરવું એક ચેલેન્જ હતી. 12 કિમીથી વધારે લંબાઈ ધરવાતી 45 સુરંગ, 130થી વધારે બ્રિજ, જેમાં 55 મોટા અને 87 નાના બ્રિજ સામેલ છે. આ રેલવેમાર્ગની સૌથી મોટી અને આકર્ષક ખૂબી 144 નંબરનો બ્રિજ છે, જે કુતુબ મિનાર કરતા પણ ઊંચો છે.  આ બ્રિજની ઊંચાઈ 104 મીટરથી 114 મીટરની વચ્ચે છે, જ્યારે કુતુબ મિનારની ઊંચાઈ 72.5 મીટર છે. બ્રિજ 32થી 42 મીટર વધારે ઊંચો છે. 

મજબૂત રેલવે ક્નેક્ટિવિટી
આ પહેલા જમ્મુ કાશ્મીરમાં વંદે ભારત જેવી હાઈસ્પીડ ટ્રેન દોડાવીને રેલવે તંત્રએ ઈતિહાસ બનાવી દીધો હતો. દેશમાં વધી રહેલી રેલવે ક્નેક્ટિવિટીને કારણે રેલવે છેવાડાના માણસ સુધી રેલસેવા પહોંચી રહી છે.બોર્ડર વિસ્તારથી લઈને છેલ્લા ગ્રામ્ય વિસ્તાર સુધી રેલવે ક્નેક્ટિવિટી મળી રહેતા સિદ્ધિ હાંસલ કરી છે. લાંબા અંતરની ટ્રેનની સ્પીડમાં વધારો કર્યા બાદ રેલવેએ એક મોટા પ્રોજેક્ટ અંતર્ગત આ પ્રોજેક્ટ પાર પાડ્યો છે. રોડ ક્નેક્ટિવિટી બાદ રેલવે ક્નેક્ટિવિટી દેશમાં સૌથી વધારે મજબૂત થઈ રહ્યું છે.