Sat Jun 13 2026

Logo

શેરબજાર: સેબીએ એવું શું કહ્યું? MCXમાં કડાકો કેમ બોલાયો?

2026-05-04 14:41:00
Author: Niilesh waghela
Article Image

નિલેશ વાઘેલા
મુંબઈ: એકતરફ શેરબજારમાં ઇલેક્શન ફીવર વચ્ચે ૧૦૦૦ પોઈન્ટનો અણધાર્યો ઉછાળો જોવા મળ્યો, તો બીજી તરફ MCX ના શેરમાં લગભગ ૩.૫ ટકા જેવો તોતિંગ કડાકો જોવા મળ્યો. સેન્સેક્સમાં જોકે પાછળથી સુધારો ધોવાયો અને MCX નો શેર પણ આ લખાઈ રહ્યું છે ત્યારે નીચી સપાટી સામે થોડા સુધારા સાથે પાછલા બંધ સામે બે ટકા જેટલા નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. 

ભારતીય રિઝર્વ બેંક અને વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ એટલે કે ઇરડાઈ, બેંકો અને વીમા કંપનીઓને કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં રોકાણ કરવાની મંજૂરી આપવા માટે તૈયાર નથી, એમ બજાર નિયમનકાર સેબીના અધ્યક્ષે 4 મેના રોજ જણાવ્યું હતું. 

પરિણામે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX) ના શેર 3.5% સુધી ઘટી ગયા.
બજારના સાધનોને અનુસાર સેબીના સ્ટેટમેન્ટને પગલે બજારમાં અનેક અટકળો થઈ રહી છે. બજારના સાધનો અનુસાર માર્કેટ રેગ્યુલેટરના આ વિધાનની ચર્ચા વચ્ચે એમસીએક્સના શેરમાં ૩.૫૯% જેવો કડાકો બોલાઈ ગયો હતો. 

ધી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે તે કોમોડિટી બજારોને મજબૂત બનાવવાના તેના એજન્ડાના ભાગ રૂપે બેંકો અને પેન્શન ફંડ્સને કોમોડિટીઝના ટ્રેડિંગ માટે સક્ષમ બનાવવા માટે સરકાર સાથે વાતચીત કરશે.

જોકે,સોમવારે તેમના નિવેદનમાં, સેબીના અધ્યક્ષ તુહિન કાંતા પાંડેએ ઉમેર્યું હતું કે પેન્શન ફંડ નિયમનકારે પેન્શન ફંડ્સને કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં રોકાણ કરવાની મંજૂરી આપવા પર વિચાર પણ કર્યો હતો, પરંતુ તેણે નિર્ણય લીધો છે કે નહીં તે જાહેર કર્યું નથી.

આ લખાઈ રહ્યું છે ત્યારે ચોથ મેના રોજ બપોરે ૨.૨૮ વાગ્યે, MCXના શેર ૨.૦૩ % ઘટીને રૂ. ૨,૯૧૧.૨૦ ન ભાવ પર ટ્રેડ થઈ રહ્યા છે.
દરમિયાન એક અન્ય મહત્વની બાતમીમાં બજાર નિયામક પાંડેએ જણાવ્યું હતું કે, સેબી ટૂંક સમયમાં એન્થ્રોપિકના માયથોસ અને અન્ય કૃત્રિમ બુદ્ધિમત્તા સાધનોથી ઉભરતા જોખમો અંગે બજાર મધ્યસ્થીઓને માટે એડવાઈઝરી જારી કરશે. તેમણે ઉમેર્યું હતું કે નિયમનકાર ઇચ્છે છે કે મધ્યસ્થીઓ સંભવિત સિસ્ટમ નબળાઈઓ માટે તૈયાર રહે અને સામનો કરવા સજ્જ બને. 
તેમણે જણાવ્યું હતું કે, સેબી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સંબંધિત જોખમો સામે ઉકેલ અને ઉપાય યોજના તૈયાર કરવા માટે બજારના  હિસ્સેદારો સાથે સંપર્કમાં છે.