Thu Sep 10 2026

Logo

મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ પલટી, 72 મુસાફરો સવાર હતા

2026-04-13 08:34:00
Author: Vimal Prajapati
મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ પલટી, 72 મુસાફરો સવાર હતા

મથુરાઃ મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર શનિવારે રાત્રે એક મોટો અકસ્માત સર્જાયો હતો. આ હાઈવે પર ડબલ ટેકર બસ પલટી ગઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ગઈ હતી. આ બસમાં આશરે 72 થી પણ વધારે મુસાફરો સવાર હતા.  અકસ્માત અગે જાણ થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે આવી પહોચી હતી. બસ પલટી ગઈ હોવાના કારણે આસપાસના લોકો પણ મદદે દોડી આવ્યાં હતાં. સદનસિબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, એટલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 

અકસ્માતને પગલે 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયાં

વધારે વિગતે વાત કરવામાં આવે તો, અકસ્માતને પગલે 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે બસ પહેલા બેકાબૂ થઈ ગઈ અને પછી પલટી ગઈ હતી. સ્થાનિકો અને પોલીસે લોકોને બચાવવા માટે બસના કાચ તોડ્યા અને લોકોને સુરક્ષિત રીતે બસમાંથી બહાર કાઢ્યાં હતાં. કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કેટલાક યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના કારણે તેમને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. અત્યારે તેમની સારવાર ચાલી રહી છે.

 

તમામ દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી

દર્દીઓના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપતા સરકારી હોસ્પિટલના ડૉક્ટરે કહ્યું કે, ગંભીર રીતે ઘાયલ લોકો પર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જ્યારે બાકીના દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. આ અકસ્માતની વાત કરવામાં આવે તો, યમુના એક્સપ્રેસ વે પર અનેક વખત અકસ્માતની ઘટના સર્જાઈ છે, તેમાં મોટા ભાગના અકસ્માત વધુ પડતી સ્પીડના કારણે થાય છે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ હાઈવે પર વાહલચાલકે ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે.