Sun Sep 13 2026

Logo

માંગરોળની સોસાયટીઓમાં પાણીમાં ભરાયા, ગળાડૂબ પાણીમાં સામાન લઈ લોકો નીકળ્યા! જુઓ વીડિયો

2026-07-04 22:57:46
Author: Devayat Khatana
માંગરોળની સોસાયટીઓમાં પાણીમાં ભરાયા, ગળાડૂબ પાણીમાં સામાન લઈ લોકો નીકળ્યા! જુઓ વીડિયો

માંગરોળ: ગુજરાતમાં જુલાઇના પ્રારંભથી જ વરસાદની જોરદાર પધરામણી થઈ છે. જેમાં પહેલા જ વરસાદના રાઉન્ડમાં જૂનાગઢ જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ જેટલો વરસાદ પડી ગયો છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં છેલ્લા 24 મ કલાકમાં 22.24 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. જો કે આ વરસાદના કારણે શહેરના અનેક ભાગોમાં એટલી હદે પાણીનો ભરાવો થયો છે કે લોકો ગળાડૂબ પાણીમાં પોતાનો સામાન લઈને અન્ય સ્થળે જઇ રહ્યા છે. તો શહેરની અનેક સોસાયટીમાં નીચેના માળમાં પાણી ભરાય ચૂક્યા છે. 

મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં માંગરોળની નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાય ચૂક્યા છે, જો કે સ્થિતિ એટલી ગંભીર છે કે પુખ્ત વયના વ્યક્તિ પણ ગળાડૂબ થઈને બચેલો માલ સામાન લઇને જતાં જોવા મળી રહ્યા છે. જો કે લોકો સોસાયટીમાં હોળીઓ બનાવીને પસાર થઈ રહ્યા છે. 
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં પડેલા વરસાદ બાદની સ્થિતિ અંગે માહિતી આપતા એસડીએમ કિશન ગળચરે જણાવ્યું હતું કે, "છેલ્લા 3 દિવસમાં માંગરોળ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે, અને આ ટૂંકા ગાળામાં આ આખી મોસમનો વરસાદ પડી ગયો છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, આ ભારે વરસાદને પરિણામે માંગરોળમાં નીચાણવાળા વિસ્તારો અને રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. હાઇવે પર પણ પાણી ભરાઈ ગયું હતું અને થોડું નુકસાન થયું હતું; જોકે, અમે ત્યારથી સમારકામ હાથ ધર્યું છે અને ટ્રાફિક પ્રવાહ પુનઃસ્થાપિત કર્યો છે. અમે હાલમાં ડીવોટરિંગ પંપનો ઉપયોગ કરીને નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી કાઢી રહ્યા છીએ. જિલ્લા મેજિસ્ટ્રેટના માર્ગદર્શન હેઠળ, અમે આ વિસ્તારમાં આરોગ્ય, સ્વચ્છતા અને અન્ય આવશ્યક સેવાઓ પર પણ ધ્યાન આપી રહ્યા છીએ.