Mon Jul 27 2026

Logo

વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન 'કાયરતાપૂર્ણ'! મમતા બેનર્જીએ ઉઠાવ્યા સવાલ

2026-04-19 16:59:00
Author: Savan Zalariya
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. મમતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા રાષ્ટ્રના નામ સંબોધનને ‘કાયરતાપૂર્ણ’ અને ‘ગેરમાર્ગે દોરનારું ગણાવ્યું’.   

બેનર્જીએ એક સંબોધનનમાં કહ્યું કે વડાપ્રધાન પ્રામાણિકપણે સંબોધન કરવાને બદલે રાષ્ટ્રને ગેરમાર્ગે દોરી રહ્યા છે, એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે બંધારણ (131મો સુધરો) બિલની કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો દ્વારા "ભ્રૂણહત્યા" કરવામાં આવી. વડાપ્રધાનના સંબોધન અંગે પ્રતિક્રિયા આપતા, મમતા બેનર્જીએ તેમને આગામી વખતે સંસદના ગૃહમાં રાષ્ટ્રજોગ સંબોધન આપવાનો પડકાર ફેંક્યો, જ્યાં તેમના સંબોધન સામે સવાલ ઉઠાવવામાં આવી શકે.

મમતા બેનર્જીએ મોદીના ભાષણને "કાયર અને દંભી" ગણાવ્યું.

મમતા બેનર્જીએ કહ્યું કે તેમની પાર્ટીએ "હંમેશા મહિલાઓ માટે ઉચ્ચ રાજકીય પ્રતિનિધિત્વનું સમર્થન કર્યું છે."

મમતા બેનર્જીએ સ્પષ્ટતા કરી કે વિરોધ પક્ષોએ મહિલા ક્વોટા બિલનો નહીં પરંતુ સીમાંકન કવાયતનો વિરોધ કર્યો હતો. મમતા બેનર્જીએ જણાવ્યું, "મોદી સરકાર પોતાના સ્થાપિત રાજકીય એજન્ડા માટે મહિલાઓનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે."

બેનર્જીએ બિલ સંસદમાં લાવવાના સમય પર પ્રશ્ન ઉઠાવ્યો, અને પૂછ્યું કે વર્ષ 2023માં મહિલા અનામત બિલ પસાર થયાના ત્રણ વર્ષ પછી રાજ્ય ચૂંટણીઓ વચ્ચે શા માટે આ બીલ લાવવામાં આવ્યું.  

બીજી તરફ વડાપ્રધાન મોદીએ પાના તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ પર વધુ પ્રહારો કર્યા. વડાપ્રધાને કહ્યું કે  "વધુ મહિલાઓને વિધાનસભાઓમાં પ્રવેશવાથી રોકવા માટે" બંને પક્ષોએ જૂથબંધી કરી હતી.