Wed Jul 29 2026

Logo

મહારાષ્ટ્ર TET પેપર લીક કેસ: પ્રિન્ટિંગ પ્રેસની 'બેદરકારી', 15 આરોપીની અટકાયત

2026-07-29 16:11:25
Author: Mumbai Samachar Team
Article Image

AI-Generated Images


મુંબઈ: મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) પેપર લીક મામલામાં થાણે પોલીસની વિશેષ તપાસ ટીમને મહત્વની બાબતો વિશે જાણકારી મળી હતી. તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે જે પ્રિન્ટિંગ પ્રેસમાં ટેટના પ્રશ્નપત્રો છપાયા હતા, ત્યાં સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી જોવા મળી હતી. તે ખામીઓનો લાભ ઉઠાવીને સવાલોના પેપર કથિત રીતે પ્રેસની બહાર લઈ જવામાં આવ્યા હતા. 
એસઆઈટીના જણાવ્યા મુજબ દિલ્હીસ્થિત મુખ્યાલયની મહીમ પત્રણ લિમિટેડની આગ્રા યુનિટ છેલ્લા કેટલાક વર્ષોથી મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગના પરીક્ષાઓના પ્રશ્નપત્ર છાપવામાં આવ્યા છે. આ સિવાય દેશભરની કેટલાક ગુપ્ત પરીક્ષાઓના પેપર પણ આ કંપની દ્વારા જ છાપવામાં આવે છે. 

પ્રિન્ટિંગ પ્રેસમાં સુરક્ષા વ્યવસ્થામાં ખામી 
તપાસમાં જાણવા મળ્યું હતું કે પ્રિન્ટિંગ પ્રેસમાં સુરક્ષાની પાયાની વ્યવસ્થા નહોતી. કેટલીક સંવેદનશીલ જગ્યાઓ પર કેમેરા નહોતા. આ સાથે જ કર્મચારીઓના અંદર-બહાર અવર જવર દરમિયાન તપાસ પણ થઇ રહી નહોતી. જેનો લાભ ઊઠાવીને ગુપ્ત દસ્તાવેજોને સરળતાથી બહાર લઇ જવામાં આવ્યા હતા. પોલીસનો આરોપ છે કે કંપનીના કર્મચારી બાબુલાલ કુશવાહા અને નરેશ મહાવર ઉર્ફે નિક્કીએ ટેટના પ્રશ્નપત્રો પ્રેસ બહાર કાઢીને પોતાની કંપનીના પૂર્વ કર્મચારી સોનુ કુમાર દિવાકર સુધી પહોંચાડ્યા હતા. તેણે આ પ્રશ્નપત્રોની ફોટોકોપી કરાવી અને મુખ્ય આરોપી વિજેન્દ્ર ગુપ્તાના કહેવા પર તેણે અન્ય આરોપીઓ સુધી પહોંચાડ્યા, જેઓ આ પ્રશ્નપત્રો વેચવા મહારાષ્ટ્ર આવ્યા હતા. 

અન્ય એક આરોપીની અટકાયત 
ભિવંડીની કોર્ટે સરેન્ડર કરનાર સોનુ કુમારની એસઆઈટીએ અટકાયત કરી હતી. મંગળવારે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા બાદ તેને પૂછપરછ માટે બીજી ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે સોનુએ 2018માં મહીમ પત્રણ લિમિટેડની નોકરી છોડી દીધી હતી પરંતુ ત્યાર બાદ તે મુખ્ય આરોપી વિજેન્દ્ર ગુપ્તાના સતત સંપર્કમાં હતો. એસાઈટીનું માનવું છે કે પેપર લિકની સંપૂર્ણ ષડયંત્ર બંનેએ મળીને રચ્યું હતું. 

મહારાષ્ટ્ર સરકારનો કર્મચારી મુશ્કેલીમાં
આ તપાસમાં એક મહત્વની વાત સામે આવી હતી. એસઆઇટીના મતે પુણેનો એક ફરાર શંકાસ્પદ મહારાષ્ટ્ર સરકારના એક વિભાગમાં ચોથા વર્ગના કર્મચારી છે. પોલીસના કહ્યા મુજબ તેણે લીક થયેલા પ્રશ્નપત્ર મેળવવામાં રસ દાખવ્યો હતો. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે તેના સંપર્કમાં આશરે 60 ઉમેદવાર હતા જે કથિત રીતે લીક પ્રશ્નપત્ર ખરીદવા માંગતા હતા. 

મુખ્ય આરોપી વિજેન્દ્ર ગુપ્તા સાથે પૂછપરછ 
મળતી વિગતો અનુસાર મહારાષ્ટ્ર પેપર લીક મામલાના મુખ્ય આરોપી વિજેન્દ્ર ગુપ્તા સાથે પૂછપરછ ચાલી રહી છે. આ કડીમાં ભિવંડી પોલીસની એક ટીમ આરોપીને લઈને બિહારના સમસ્તીપુર પહોંચી હતી, જ્યાં તેના અન્ય સાથીદારો અને સમગ્ર નેટવર્કની જાણ માટે પોલીસ ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. થાણે પોલીસ કમિશનર હદમાં ભિંવડી પોલીસની અન્ય ટીમો મહારાષ્ટ્રમાં પરીક્ષા પહેલા ટેટ પ્રશ્નપત્રો જે લોકો ખરીદવાના હતા તેમની તપાસ કરી રહી છે.  

એક તપાસમાં જાણવા મળ્યું હતું કે જે પ્રિન્ટિંગ પ્રેસમાં ટેટ પરીક્ષાના આ પ્રશ્નપત્રો છપાયા હતા, ત્યાં છેલ્લા 20-30 વર્ષોમાં સરકારી પરીક્ષાઓના પેપર છાપવા કરાર  થઇ રહ્યા હતા. પરંતુ ચોંકાવનારી બાબત એ હતી કે આટલા વર્ષોમાં ક્યારેય પણ ત્યાં સુરક્ષાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી નહોતી. 
તપાસની ટીમના જણાવ્યા મુજબ આટલા સંવેદનશીલ કાર્ય માટે મહારાષ્ટ્ર શિક્ષા વિભાગે વર્ષો સુધી આવી પ્રિન્ટિંગ પ્રેસ સાથે કરાર કેમ કર્યા હશે તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ મામલામાં અત્યાર સુધીમાં 15 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.