Tue Oct 06 2026

Logo

મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂનો ફફડાટ: નંદુરબારમાં પોલ્ટ્રી ફાર્મના 8 કર્મચારીના કરાયા ટેસ્ટ

2026-05-19 20:48:23
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂનો ફફડાટ: નંદુરબારમાં પોલ્ટ્રી ફાર્મના 8 કર્મચારીના કરાયા ટેસ્ટ

મુંબઈ: મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગે નંદુરબાર જિલ્લામાં મરઘા ઉછેર કેન્દ્ર (પોલ્ટ્રી ફાર્મ)માં કામ કરતા માણસોના આઠ નમૂના માનવ એવિયન ફ્લૂ પરીક્ષણ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ને મોકલવાનો નિર્ણય લીધો હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.

જિલ્લા આરોગ્ય અધિકારી રવિન્દ્ર સોનાવણેએ સોમવારે પીટીઆઈને જણાવ્યું હતું કે મરઘાંના સંપર્કમાં રહેલા માણસોમાં અત્યાર સુધી માનવ એવિયન ફ્લૂના કોઈ લક્ષણ નજરે નથી પડ્યા, પરંતુ સાવચેતી તરીકે તેમને દવા આપવામાં આવી રહી છે. વાયવ્ય મહારાષ્ટ્રનો નંદુરબાર જિલ્લો બર્ડ ફ્લૂની ઝપેટમાં આવી ગયો છે.

સોનાવણેએ વધુમાં જણાવ્યું હતું કે આઠ વ્યક્તિના નમૂના લેવામાં આવ્યા છે. નાકના સ્વેબ સહિતના નમૂનાઓ મંગળવારે પુણે મોકલવામાં આવશે. સાવચેતીના પગલા તરીકે માણસોને  ટેમિફ્લુની ગોળીઓ આપવામાં આવી રહી છે. પરીક્ષણ કરાયેલા લોકોમાં કોઈ સરકારી કર્મચારીનો સમાવેશ થતો નથી. 
(પીટીઆઈ)