Thu Jan 29 2026

Logo

White Logo

મધ્યપ્રદેશના ધારમાં ફિલ્મી ગીતો પર પોલીસકર્મીઓએ ડાન્સ કર્યો, વીડિયો વાઈરલ...

4 days ago
Author: Chandrakant Kanoja
Video

ધાર: મધ્યપ્રદેશના ધારમાં વિવાદાસ્પદ ધાર્મિક સ્થળ ભોજશાળામાં વસંત પંચમી પર પૂજા અને નમાઝ પોલીસ વહીવટીતંત્ર માટે એક મોટો પડકાર હતો. પરંતુ પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે  પૂર્ણ થયો  હતો. તેમજ તેની બાદ પોલીસ કર્મીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.  તેમજ તેની ડીજે ના તાલે ફિલ્મી ગીતો પર ઉજવણી પણ કરી હતી. ઉજવણીનો આ વિડીયો સોશીયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 

કાર્યક્રમ સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે યોજાયો

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ મધ્ય પ્રદેશના ધારમાં પ્રથમવાર  વહીવટીતંત્રે કોર્ટના આદેશ મુજબ વસંત પંચમી પર ભોજશાળામાં પૂજા અને નમાઝ કરવા માટે સજ્જ થઈ હતી. જેના પગલે 8000  પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.  જેના પગલે  ધારમાં શાંતિ સુનિશ્ચિત થઈ છે અને કડક સુરક્ષા હેઠળ એક મોટો કાર્યક્રમ સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે યોજાયો હતો.

8,000 પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા

જેમાં વસંત પંચમીના દિવસે, શુક્રવારે ધાર સ્થિત ભોજશાળા-કમલ મૌલા મસ્જિદ સંકુલમાં કડક સુરક્ષા વચ્ચે હજારો હિન્દુ ભક્તોએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી દેવી સરસ્વતી (વાગદેવી) ને પ્રાર્થના કરી. તેમજ વિવાદિત સંકુલમાં અન્ય એક સ્થળે લગભગ 15 મુસ્લિમ શ્રદ્ધાળુઓએ શુક્રવારની નમાજ પણ અદા કરી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર 11મી સદીના વિવાદિત સંકુલમાં બંને સમુદાયો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. વસંત પંચમી અને શુક્રવારની નમાઝ  એક જ દિવસે હોવાથી કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરવા માટે શહેરમાં લગભગ 8,000 પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા હતા. 

ફિલ્મી ધુન લીલીપોપ લાગેલું ના તાલે નાચ્યા

તેમજ આ બંને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પોલીસ જવાનોએ રાહત અનુભવી હતી. તેમજ વહીવટીતંત્રએ પણ  રાહતનો શ્વાસ લીધો હતો. જેની બાદ હાજર પોલીસ જવાનો  ફિલ્મી ધુનના તાલે પણ  નાચ્યા હતા અને આનંદ માણ્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.