Sun Aug 30 2026

Logo

ભાવનગરમાં કૂવામાં પડેલા દીપડાને વન વિભાગે બચાવ્યો, જુઓ વાયરલ વીડિયો

2026-03-25 15:55:28
Author: Vimal Prajapati
ભાવનગરમાં કૂવામાં પડેલા દીપડાને વન વિભાગે બચાવ્યો, જુઓ વાયરલ વીડિયો

ભાવનગરઃ સોશિયલ મીડિયામાં રોજ હજારો વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે જે લોકોને ખૂબ જ પસંદ આવતા હોય છે. કેટલાક વીડિયો માત્ર લાઈક્સ અને વ્યૂઝ માટે વાયરલ કરવામાં આવતા હોય છે. જ્યારે કેટલાક વીડિયામાં સારા કામને પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આવો જ એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં એક દીપડો કૂવામાં ફસાયેલો જોવા મળે છે. જેને વન વિભાગના કર્મચારીઓ બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.  આ વીડિયો ભાવનગરનો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

વનકર્મીઓ દીપડાનું રેસ્ક્યુ કરવા માટે દોડી આવ્યાં

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલા પરવાળા ગામ વિસ્તારમાં આવેલા એક કુવામાં આ દીપડો પડી ગયો હતો. આ મામલે વન વિભાગને જાણ થઈ ત્યારે વનકર્મીઓ રેસ્ક્યુ માટે દોડી આવ્યાં હતાં. રેસ્ક્યુની આ કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વન કર્મીઓ દ્વારા આ દીપડાનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. રેસ્ક્યુ બાદ દીપડાને સફળતા પૂર્વક પાંજરામાં પુરી દેવાામં આવ્યો હતો. 

સુરક્ષાના ભાગ રૂપે કુવા આસપાસ જાળી બાંધવામાં આવી

દીપડો હિંસક પ્રાણી હોવાના કારણે સુરક્ષાના ભાગ રૂપે પાંજરૂ તો મુકવામાં આવ્યું જ હતું. પરંતુ સાથે સાથે આ કુવા આસપાસ જાળી પણ બાંધી દેવામાં આવી હતી. વન વિભાગ દ્વારા બચાવના કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે દીપડોને ઉપરની તરફ ખેંચવામાં આવી રહ્યો હોવાથી તેની લાચારી સ્પષ્ટપણે દેખાય રહી છે. આ વીડિયોની અત્યારે ખૂબ જ ચર્ચા કરવામાં આવી રહી છે. લોકોને વન વિભાગના કર્મચારીઓના ભારે વખાણ પણ કરી રહ્યાં છે. આવા વીડિયો પર લોકો સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની કોમેન્ટ કરતા હોય છે. ભાવનગરના આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.