ફિફા ફાઇનલ બાદ સ્પૅનિશ ટીનેજ પ્લેયર અને ગર્લફ્રેન્ડ મેદાન પર રૉમેન્ટિક મૂડમાં, હાર્દિક-માહિકાએ માર્ચના વર્લ્ડ કપમાં ગ્રાઉન્ડ પર રોમૅન્સ કર્યો હતો
ન્યૂ યૉર્કઃ અહીં ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રવિવારે સ્પેને આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં 1-0થી હરાવ્યું ત્યાર પછી સ્પેનના ખેલાડીઓ અને હજારો પ્રેક્ષકો જીતની યાદગાર ઉજવણીમાં મશગૂલ હતા ત્યારે મેદાનના એક હિસ્સામાં સ્પેનના ટીનેજ ખેલાડી લેમિન યમાલ અને તેની ગર્લફ્રેન્ડ રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યા હતા.
આ ઘટના પરથી આ વર્ષના માર્ચની આઠમી તારીખે અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપમાં ભારત સતત બીજી વખત ચૅમ્પિયન બન્યું ત્યાર બાદ મેદાન પર હાર્દિક પંડ્યા અને ગર્લફ્રેન્ડ માહિકા શર્માએ જે રોમૅન્સ કર્યો હતો એ દૃશ્યો ક્રિકેટપ્રેમીઓને યાદ આવી ગયા હતા. ત્યારે હાર્દિકે ખભા પર તિરંગો ઓઢ્યો હતો અને એ સ્થિતિમાં તેણે માહિકા સાથે ગ્રાઉન્ડ પર જ રોમૅન્સ કર્યો હતો જે બદલ તેની ખૂબ ટીકા થઈ હતી.

રવિવારની ફિફા ફાઇનલમાં આર્જેન્ટિનાના ખેલાડીઓને અને ખાસ કરીને લિયોનેલ મેસીને કાબૂમાં રાખવામાં તેમ જ સ્પેન વતી વારંવાર પાવરફુલ શૉટમાં બૉલને ગોલપોસ્ટ તરફ મોકલવામાં યમાલનું મોટું યોગદાન હતું. યમાલ જ્યારે ફાઇનલ પછી સાથીઓ સાથે ખૂબ ઉજવણી કર્યા બાદ થાકીને મેદાન પર બેઠો હતો અને કૅમેરામૅન તેનો વીડિયો લઈ રહ્યો હતો તથા ફોટા પાડી રહ્યો હતો ત્યારે યમાલની ગર્લફ્રેન્ડ ઇનેસ (Ines) ગાર્સિયા સૅન્ટૉસ પહેલાં તો તેની પાસે બેઠી હતી અને બન્નેએ થોડી વાતચીત કરી હતી.
After the Spain WorldCup victory Yamal’s girl catches the camera zooming in on HIM only 😂💀 So she hops up quick, pulls him in for that kiss, and whispers “It’s gonna be a LONG night when we get home” 😏
— KumoriRaver (@kumoriRaver) July 20, 2026
If this is true love or free ticket to fame I wonder . pic.twitter.com/MP9dOdrEzZ
થોડી ક્ષણો બાદ ઇનેસ ગાર્સિયા ઊભી થઈ હતી, યમાલ પાસે આવી હતી અને તેનો ચહેરો ચૂમી લીધો હતો. યમાલે એક ઇશારામાં તેને એવું કરવાની ના પાડી હતી, પણ ઇનેસે વારંવાર તેને કિસ કરી હતી. ત્યાર બાદ બન્નેએ ફોટોગ્રાફરને પોઝ પણ આપ્યા હતા.
સોશ્યલ મીડિયામાં ફૂટબૉલપ્રેમીઓએ કમેન્ટ લખી છે. કેટલાક યૂઝર્સે લખ્યું, `કૅમેરા જેવો યમાલ પર ગયો કે તરત જ ઇનેસ ગાર્સિયા ઊભી થઈને યમાલ (Yamal) સાથે પહોંચી ગઈ હતી અને રોમૅન્સ કરવા લાગી હતી. કેટલાક નેટ યૂઝર્સે આ ઘટનાને ફિફા વર્લ્ડ કપનું સૌથી સુંદર અને યાદગાર સેલિબ્રેશન ગણાવ્યું હતું.
યમાલ વિશે થોડું જાણીએ
લેમિન યમાલ 19 વર્ષનો છે. તે ત્રણ વર્ષથી સ્પેનની ટીમમાં છે. તે વિન્ગર (મિડફીલ્ડર) તરીકે રમે છે. જોકે ઘણી વાર તે મેદાનની મધ્યના ભાગમાંથી દોડીને ટીમના ડિફેન્ડરો સાથે જોડાઈ જાય છે અને ક્યારેક આક્રમક અભિગમ અપનાવીને લાગ મળતાં ગોલપોસ્ટને નિશાન બનાવવાનું પણ ચૂકતો નથી. પ્રોફેશનલ ફૂટબૉલમાં તે બાર્સેલોના વતી રમે છે. તેણે કરીઅરમાં 150 જેટલી મૅચમાં કુલ 45 ગોલ કર્યા છે.
ગર્લફ્રેન્ડ ઇનેસ ગાર્સિયા કોણ છે?
21 વર્ષની ઇનેસ ગાર્સિયા સૅન્ટોસ વર્લ્ડ કપ દરમ્યાન ઘણી વખત સ્પેનની મૅચ દરમ્યાન સ્ટૅન્ડમાં બેસીને યમાલને ચિયર-અપ કરતી જોવા મળી હતી. તે ઘણી વખત સોશ્યલ મીડિયામાં યમાલ વિશેની પોસ્ટ પણ શૅર કરી ચૂકી છે. બન્નેએ મે, 2026માં બાર્સેલોના ક્લબના એક કાર્યક્રમ દરમ્યાન પોતાની રિલેશનશિપને જાહેર કરી હતી. ઇનેસ ગાર્સિયા સ્પેનની જાણીતી ફૅશન, બ્યૂટી અને લાઇફસ્ટાઇલ ઇન્ફ્લૂએન્સર છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 20 લાખથી વધુ ફૉલોઅર્સ છે.