Sat Sep 05 2026

Logo

કેરળમાં ચૂંટણી પરિણામ પૂર્વે કોંગ્રેસમાં વિવાદ, સીએમ પદ માટે દાવેદારીએ યુડીએફની મુશ્કેલી વધારી

2026-04-24 15:56:46
Author: Chandrakant Kanoja
કેરળમાં ચૂંટણી પરિણામ પૂર્વે કોંગ્રેસમાં વિવાદ, સીએમ પદ માટે દાવેદારીએ યુડીએફની મુશ્કેલી વધારી

તિરુઅનંતપુરમ: કેરળમાં 9 એપ્રિલના રોજ યોજાયેલી ચૂંટણીનું 4 મેના રોજ પરિણામ જાહેર થવાનું છે. જોકે, તે પૂર્વે કોંગ્રેસના અત્યારથી જ વિખવાદ શરૂ થયો છે. જેમાં આ વખતે કોંગ્રેસ યુડીએફના નેતૃત્વમાં સરકાર બનાવે તેવી શક્યતા છે. જેમાં કોંગ્રેસમાંથી મુખ્યમંત્રીની પદની દાવેદારીએ યુડીએફની મુશ્કેલી વધારી દીધી છે. 

10 વર્ષ બાદ યુડીએફ સત્તા વાપસી માટે ઉત્સાહિત

કેરળમાં એક તરફ 10 વર્ષ બાદ યુડીએફ સત્તા વાપસી માટે ઉત્સાહિત છે. પરંતુ નેતાની પસંદગીને લઇને અસમંજસની સ્થિતી ઉભી થઇ છે. કેરળના રાજકારણ પર નજર કરીએ સમજાશે કે દરેક પાંચ વર્ષ સત્તા પરિવર્તન થતું રહે છે. જેમાં વર્ષ 2021માં સીપીઆઇ(એમ) ની આગેવાની હેઠળ ડાબેરી મોરચાએ સત્તા જાળવી રાખીને પરંપરા તોડી હતી. જેના પગલે આ વર્ષે યુડીએફ અને કોંગ્રેસ બંને પરિણામોને લઇને ઉત્સાહિત છે. 

કોંગ્રેસ પક્ષમાંથી મુખ્યમંત્રી પદ માટે ખુલ્લે આમ દાવા

જોકે, પરિણામો પૂર્વે જ કોંગ્રેસ પક્ષમાંથી મુખ્યમંત્રી પદ માટે ખુલ્લે આમ દાવા કરવામાં આવી રહ્યા છે. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશ ચેન્નીથલા, વિપક્ષના નેતા વી.ડી. સતીસન અને મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલના સમર્થકો જાહેરમાં માંગ કરી રહ્યા છે કે તેમના નેતાઓને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે.

 ડાબેરી પક્ષોએ આ સમગ્ર વિવાદ અંગે મૌન જાળવી રાખ્યું

જ્યારે બીજી તરફ સત્તાધારી ડાબેરી પક્ષોએ આ સમગ્ર વિવાદ અંગે મૌન જાળવી રાખ્યું છે અને એકતાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે  કોંગ્રેસમાં જૂથવાદ ફરી એકવાર સપાટીએ આવ્યો છે.  પ્રદર્શિત થવાથી પક્ષના કાર્યકરો અને સાથી પક્ષોમાં ચિંતા વધી ગઈ છે. પરિણામે, ચૂંટણી પરિણામો પહેલા, યુડીએફ સામે સૌથી મોટો પડકાર સત્તા માટેની લડાઈ નહીં, પરંતુ તેની પોતાની રેન્કની આંતરિક લડાઈ હોય તેવું લાગે છે.