Tue Sep 15 2026

Logo

કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક વિવાદ વકર્યો, સીએમ ડીકે શિવકુમારની નારાજ ધારાસભ્યોને કડક ચેતવણી

2026-08-04 19:13:39
Author: Chandrakant Kanoja
કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક વિવાદ વકર્યો, સીએમ ડીકે શિવકુમારની નારાજ ધારાસભ્યોને કડક ચેતવણી

બેંગલુરુ: કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જેમાં હાલમાં કરાયેલા મંત્રીમંડળ વિસ્તરણ બાદ પાર્ટીના અનેક નેતા અને કાર્યકરો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જેની બાદ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે જણાવ્યું હતું કે રાજીનામું આપવું એ તેમનો નિર્ણય છે.પરંતુ પક્ષ સર્વોપરી રહે છે. તેમણે તેમને ધીરજ રાખવા પણ વિનંતી કરી અને બોર્ડ અને કોર્પોરેશનોમાં આગામી નિમણૂકોની ખાતરી આપી હતી. 

નારાજ ધારાસભ્યોને કડક ચેતવણી આપી

આ ઉપરાંત તેમણે કોંગ્રેસના નારાજ ધારાસભ્યોને કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે પાર્ટી સર્વોપરી છે. જો તેઓ રાજીનામું આપે છે. તો ગણતરીની મિનીટમાં તે સ્વીકારવામાં આવશે.

કોર્પોરેશનોમાં ટૂંક સમયમાં જગ્યાઓ ભરવામાં આવશે.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ નારાજ ધારાસભ્યોને ધીરજ રાખવા અને તેમના વારાની રાહ જોવા વિનંતી કરી હતી. તેમજ કહ્યું કે  રાજ્ય સંચાલિત બોર્ડ અને કોર્પોરેશનોમાં ટૂંક સમયમાં જગ્યાઓ ભરવામાં આવશે.

રાજકારણમાં રાજીનામા પડે છે

તેમજ  ધારાસભ્યો દ્વારા રાજીનામાની ધમકીઓ અંગેના પ્રશ્નના જવાબમાં શિવકુમારે કહ્યું, મારે જે કહેવું હતું તે મેં પહેલેથી જ કહી દીધું છે. રાજકારણમાં રાજીનામા પડે છે અને  રાજીનામાં કોઈ રોકી શકતું નથી. જો તેઓ પક્ષ અને પોતાના ભવિષ્યને મહત્વ આપે છે તો પક્ષ જ મહત્વનો છે. જો પક્ષ અસ્તિત્વમાં છે તો બધું જ અસ્તિત્વમાં છે.