Mon Aug 24 2026

Logo

10મા ધોરણનો છોકરો વૉલીબૉલ રમતાં અચાનક પડ્યો અને મૃત્યુ પામ્યો

2026-08-06 22:14:32
Author: Ajay Motiwala
10મા ધોરણનો છોકરો વૉલીબૉલ રમતાં અચાનક પડ્યો અને મૃત્યુ પામ્યો

બેંગ્લૂરુઃ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં સુરિન્જે નામના ગામમાં રમતના મેદાન પર એક ટ્રેજેડી બની ગઈ. 15 વર્ષનો છોકરો મિત્રો સાથે વૉલીબૉલ રમતી વખતે અચાનક પડ્યો હતો અને ત્યાં જ તેણે છેલ્લાં શ્વાસ લીધા હતા.

સીસીટીવી કૅમેરામાં આ ઘટના રેકૉર્ડ થઈ હતી. લિખીથ અમીન નામનો આ છોકરો કોટે બોલારુ નામના વિસ્તારની સરકારી સ્કૂલમાં 10મા ધોરણમાં ભણતો હતો. 

લિખીથ (Likhith) મૅચ દરમ્યાન વૉલીબૉલ (Volleyball) સર્વ કર્યા પછી હરીફ ટીમને વળતો જવાબ આપવા નેટ તરફ દોડ્યો હતો, પણ થોડી ક્ષણો પછી અચાનક તે નીચે પડી રહ્યો હતો. મિત્રો તેની પાસે પહોંચી ગયા હતા, લિખીથે બન્ને હાથ ઊંચા કર્યા હતા અને જમીન પર પટકાયો હતો.

તેને તરત નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તેનું મૃત્યુ કેવી રીતે થયું એ પ્રાથમિક તબક્કે જાણી નહોતું શકાયું. પોસ્ટ-મૉર્ટમમાં છોકરાના મૃતદેહની તપાસ થયા પછી જ મૃત્યુનું કારણ જાહેર કરવામાં આવશે એમ પોલીસે જણાવ્યું હતું.