Sat Sep 05 2026

Logo

ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પાછળ રાહુલ ગાંધીનો આદેશ, નડ્ડાના નિવેદનથી માહોલ ગરમાયો

2026-08-11 11:16:00
Author: Mumbai Samachar Team
ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પાછળ રાહુલ ગાંધીનો આદેશ, નડ્ડાના નિવેદનથી માહોલ ગરમાયો

નવી દિલ્હીઃ દેશમાં વિદ્યાર્થી આંદોલનની સિરીઝ ચાલી રહી હોય એવો માહોલ જોવા મળ્યો છે. પહેલા દિલ્હીના જંતરમંતરથી શરૂ થયું અને બિહાર બાદ ઝારખંડમાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઊતર્યા છે. ઝારખંડમાં થયેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને હવે રાજકીય રંગ લાગી ગયો છે.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન જે લાઠીચાર્જ કરવામાં આવ્યો તેને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ સાસામે આવી ગયા છે. આ સમગ્ર વિષય પર કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા જે.પી.નડ્ડાએ કહ્યું હતું કે, ઝારખંડમાં વિદ્યાર્થીઓની સામે જે પોલીસ કાર્યવાહી થઈ એમાં કોંગ્રેસનો હાથ છે. માત્ર કોંગ્રેસ જ નહીં કોંગ્રેસના જ સાથી પક્ષોનું આ પરિણામ છે. 

નડ્ડાના સવાલોથી રાજ્યનું રાજકારણ ગરમાયું
રાહુલ ગાંધીના એ નિવેદન પર નડ્ડાએ સવાલ ઊઠાવ્યા છે જ્યારે રાહુલ ગાંધીએ જંતરમંતર પર ફાયરિંગ કરવાની વાત કરી હતી. નડ્ડાએ ઉમેર્યું કે,આંદોલન દરમિયાન કોઈ પ્રકારનો ગોળીબાર થયો નથી, રાહુલ ગાંધી ગેરમાર્ગે દોરી રહ્યા છે. જે ખોટું છે. જંતરમંતર બાદ ઝારખંડના વિદ્યાર્થી આંદોલનને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે જે એક્શન લીધું એ મામલો હવે આક્ષેપબાજીનો મુખ્ય મુદ્દો બની રહ્યો છે.  

નડ્ડાએ કહ્યું કે, ઝારખંડમાં જે થયું એ ખોટું થયું છે. વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવા પાછળ એક રાજકીય દબાણ કામ કરી રહ્યું હતું. રાહુલ ગાંધીના ઈશારે પોલીસે એક્શન લીધુ હતુ. કોંગ્રેસના નેતા  અન્ય રાજ્યમાં નેતાઓ અને યુવાનોના અધિકારીઓના હકની વાત કરી રહ્યા છે. તો પછી ઝારખંડ પોલીસ સામે તે કેમ મૌન બની ગયા? નડ્ડાના આ નિવેદનથી ઝારખંડમાં મોટા આક્ષેપો થઈ રહ્યા છે. 

અમિત શાહ સામે રાહુલ ગાંધીનો પ્રશ્ન
ઝારખંડમાં વિરોધ પ્રદર્શનને લઈને મામલો એટલો વણસી ચૂક્યો છે કે, હવે સવાલ એ રાજ્ય સરકાર સામે થઈ રહ્યા છે. વિપક્ષના નેતાઓ અગાઉ પણ સ્પષ્ટ કહી ચૂક્યા હતા કે, વિદ્યાર્થીઓ પોતાની જૂની માગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. એકવાર વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી લેવાની જરૂર હતી.આ રીતે સીધો જ બળપ્રયોગ યોગ્ય નથી. આવું ન કરવું જોઈએ. ભાજપનું એવું કહેવું છે કે, આ પ્રકારના નિવેદનથી મામલાને રાજકીય રંગ આપવાનો અને મુદ્દા બદલવાનો પ્રયાસ છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, "પ્રશ્ન એ નહોતો કે અમિત શાહ સંસદમાં આવીને સામાન્ય વિષયો પર ભાષણ આપશે કે નહીં. પ્રશ્ન હંમેશા એ રહ્યો છે કે, અમિત શાહે સ્પષ્ટતા કરવી જોઈએ કે, દિલ્હીમાં આપણા યુવાનો પર ગોળીબાર કરવાનો આદેશ કોણે આપ્યો હતો.  પેલેટ ગનથી ગોળીબાર કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને ખીલા જડેલા લાઠીઓથી મારવામાં આવ્યા હતા. તેમણે સ્પષ્ટપણે કહેવું જોઈએ, શું તેમણે આદેશ આપ્યો હતો કે નહીં? જો તેમણે આદેશ આપ્યો હોય, તો તે આપણા બાળકો પર ગોળીબાર કરાવવા માટે દોષિત છે.