Wed Sep 09 2026

Logo

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં એલઓસી નજીક ગ્રેનેડ વિસ્ફોટ, ચાર સૈનિકો ઘાયલ

2026-06-16 17:18:13
Author: Chandrakant Kanoja
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં એલઓસી નજીક ગ્રેનેડ વિસ્ફોટ, ચાર સૈનિકો ઘાયલ

રાજૌરી: જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઇના રોજથી અમરનાથ યાત્રા શરૂ થવા જઇ રહી છે. જેની સુરક્ષા વ્યવસ્થા માટે સતત મોકડ્રીલ યોજવામાં આવી રહી છે. આ દરમિયાન રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં એલઓસી નજીક પેટ્રોલિગ કરી રહેલા ચાર સૈનિકો ગ્રેનેડ વિસ્ફોટમાં ઘાયલ થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

સેનાના અધિકારીઆ વિસ્ફોટની તપાસ શરૂ કરી 

આ અંગે મળતી માહિતી મુજબ એલઓસી પર કુમાઉ રેજિમેન્ટની એક ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન અને મલ્ટી મોડ ગ્રેનેડનો વિસ્ફોટ થયો હતો. જેમાં એક જેસીઓ સહિત ત્રણ જવાન ઘાયલ થયા હતા. જેમની અન્ય ટીમ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના બાદ સેનાના અધિકારીઆ આ વિસ્ફોટની તપાસ કરી રહ્યા છે. 

જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં હેન્ડ ગ્રેનેડ ફાટતા બે સૈનિકોના મોત 

ઉલ્લેખનીય છે કે, ગત મંગળવારે જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં ગ્રેનેડ વિસ્ફોટમાં બે સૈનિકો શહીદ થયા હતા.જેમાં  ઉરીના કમલકોટમાં એક કેમ્પમાં સાધનોના નિયમિત ટ્રાન્સફર દરમિયાન આકસ્મિક રીતે એક હેન્ડ ગ્રેનેડ ફૂટ્યો હતો. જેમાં બે સૈનિકો ઘાયલ થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.