Mon Sep 07 2026

Logo

જયપુરમાં મહિલાની છેડતી કરનાર ચારેય આરોપી ઝડપાયા, પોલીસે 500 CCTV ચેક કરી દબોચ્યા

2026-04-13 11:56:00
Author: Vimal Prajapati
જયપુરમાં મહિલાની છેડતી કરનાર ચારેય આરોપી ઝડપાયા, પોલીસે 500 CCTV ચેક કરી દબોચ્યા

જયપુરઃ જયપુરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક યુવક ચાલુ બાઈકમાં એક મહિલા સાથે છેડતી કરી રહ્યો હતો. આ કેસમાં પોલીસે ચારેય આરોપીઓને દબોચી લીધા છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તે પછી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ આ મહિલાનો પીછો કર્યો અને છેડતી કરી હતી. જેથી તે ચારેયની ધરપકડ કરી લેવામાં આવી અને હવે આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

આરોપીઓ મહિલાની છેડતી કરીને વીડિયો પણ બનાવ્યો

પોલીસના જણાવ્યાં પ્રમાણે ટોંકના નિવાસી 24 વર્ષીય મનરાજ મીણા, 24 વર્ષીય સુદામા મીણા, 19 વર્ષીય મહેશ બંજારા અને દોસાના નિવાસી 21 વર્ષીય લોકેશ બંજારાની ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય આરોપીઓએ મહિલાનો પીછો કર્યો અને પછી છેડતી કરી હોવાનો વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયા સોશિયલ મીડિયામાં વાયરલ થયો એટલે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.

પોલીસે આસપાસના 500થી વધારે સીસીટીવી ફુટેજ તપાસ્યા

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ ચાર આરોપીઓને ઝડપી પાડવામાં માટે પોલીસે આસપાસના 500થી વધારે સીસીટીવી ફુટેજ તપાસ્યાં હતાં. વાયરલ વીડિયોના આધારે પોલીસે એનસીઆરબી અને સાયબર યુનિટની મદદ દ્વારા આરોપીઓની ઓળખ કરી હતી. પોલીસે જણાવ્યું આ યુવકોએ પોલીસથી બચવા માટે પોતાની ઓળખ બદલી દીધી હતી અને ફરાર થઈ ગયાં હતાં. પરંતુ સીસીટીવીના આધારે તેમને દબોચી લેવામાં આવ્યાં છે. આ કેસમાં આરોપીઓ સામે હવે ભારતીય ન્યાય સંહિતા અને મોટર વાહન અધિનિયમ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે,