Sat Sep 05 2026

Logo

યુએસને મોટો ફટકો! ઈરાને યુએસનું વધુ એક ફાઈટર જેટ તોડી પાડ્યું

Tehran   2026-03-23 15:23:00
Author: Savan Zalariya
યુએસને મોટો ફટકો! ઈરાને યુએસનું વધુ એક ફાઈટર જેટ તોડી પાડ્યું

તેહરાન: ઇઝરાયલ અને યુએસએ ઈરાન પર હુમલો કરી પશ્ચિમ એશિયામાં સશસ્ત્ર સંઘર્ષ છેડ્યો છે, ઈરાનમાં ભારે જાનહાની સર્જાઈ છે. ઈરાનના વળતા હુમલામાં યુએસને પણ ભારે ફટકો પડી રહ્યો છે. એવામાં અહેવાલ છે કે ઈરાને યુએસનું વધુ એક ફાઈટર જેટ તોડી પાડ્યું છે, જે કુવૈતમાં ક્રેશ થયું છે.  

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ યુએસના ફાઈટર જેટ પર મિસાઈલ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને થોડીવારમાં જેટ ધરાશાયી થયું હતું.

નોંધનીય છે કે હજુ ચાર દિવસ પહેલા જ ઈરાને યુએસના એક એફ-35 વિમાનને તોડી પાડ્યું હતું. હવે વધુ એક વિમાન તૂટી જવાને યુએસ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યું છે. કુવૈતમાં તોડી પાડવામાં આવેલા ફાઇટર જેટની વિગતો જાહેર કરવામાં નથી આવી.

ફાઈટર જેટ તૂટી પાડવા અંગે યુએસસે હજુ સુધી કોઈ  સત્તાવાર માહિતી આપી નથી. ઈરાને પણ યુએસ ફાઈટર જેટ તોડી પાડવાની જવાબદારી સ્વીકારી નથી.

એફ-35 તોડી પાડવા અંગે દાવા-પ્રતિદાવા:
ઈરાને દાવો કર્યો હતો કે 19 માર્ચના રોજ તેણે યુએસ એફ-35 ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. જો કે યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ દાવો કર્યો હતો કે વિમાન સુરક્ષિત લેન્ડ થયું હતુ, જોકે યુએસે ઘટનાની સંપૂર્ણ વિગતો જાહેર કરી ન હતી.
ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ F-35 પર હુમલાનો થર્મલ ઇમેજિંગ વીડિયો પણ જાહેર કર્યો છે, પરંતુ યુએસએ ઈમરજન્સી લેન્ડીંગનો દાવો કર્યો હતો.