Thu Jun 18 2026

Logo

અમેરિકા સામે ખુવાર થયેલું ઈરાન યુદ્ધના મહિના પછી વધુ બન્યું ખૂંખાર, જાણો ખુવારીના આંકડા!

Tehran   2026-03-31 22:11:26
Author: Mumbai Samachar Team
Article Image

તેહરાનઃ ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં દરરોજ નવી નવી વિગત સામે આવી રહી છે. યુદ્ધના કારણે સમગ્ર મિડલ ઈસ્ટમાં મુશ્કેલીઓનો વ્યાપ વધી રહ્યો છે.રાહતના કોઈ વાવડ આવતા નથી અને હુમલાઓ વધી રહ્યા છે. વળતો જવાબ દેવાના વટમાં વેર વધી રહ્યું છે. માત્ર અમેરિકા જ નહીં ઈરાનને પણ આ યુદ્ધથી મોટું નુકસાન થયું છે. ઈરાને પોતાના મોટા લીડર્સ ગુમાવ્યા છે, કરોડો ડૉલર્સનું નુકસાન થયું છે, અનેક એવા નાના વિસ્તાર અને નગરમાં કાટમાળ કોઈ હોરર સિટી હોય એવું ભાસી રહ્યો છે. 

યુદ્ધને એક મહિનો થયો
એક મહિનો થયો હોવા છતા એક પણ દેશ યુદ્ધને ખતમ કરવાના મૂડમાં નથી. હવે આ યુદ્ધની માઠી અસર અખાતના દેશ ભોગવી રહ્યા છે. યુદ્ધના કારણે ઈરાન સિવાયના દેશમાં રહેતા લોકો નોકરી છોડીને જઈ રહ્યા છે તો જે નોકરી કરે છે એમની નોકરી જોખમમાં છે. સૌથી વધારે નુકસાન ઈરાનને થયું છે. તેહરાન સહિત સમગ્ર ઈરાનમાં 90,063 ઘર નષ્ટ થઈ ગયા છે, 307 હોસ્પિટલ અને બીજી કેટલીક મેડિકલ સવલતોને ભારે નુકસાન થયું છે. જ્યારે 730 જેટલી સ્કૂલનો ખાતમો બોલી ગયો છે. અમેરિકાએ તેહરાનના જુદા જુદા સ્થળોએ હુમલો કરતા શહેરમાં અનેક જગ્યાઓ પર કાળમાળના ઢગલાં નજરે પડે છે. 

હજારો નિર્દોષોના મોત
અમેરિકાએ અચાનક મિસાઈલથી હુમલો કરી દેતા હજારો લોકોના મોત નીપજ્યા છે. રિપોર્ટ અનુસાર 20,880 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી છે. અમેરિકાએ ઈરાનના કેટલાક પરમાણું સેન્ટરને નુકસાન પહોંચાડતા હવે ધીમે ધીમે ઈરાનના હથિયારો ઘટી રહ્યા છે, જોકે હથિયારોને લઈને ખાસ કોઈ આંકડાકીય માહિતી મળી નથી. અમેરિકાએ ઈરાન પર કેટલાક કલસ્ટર બોંબ પણ ફેંક્યા હતા જેની સંખ્યા હવે ઘટી ગઈ છે. અમેરિકાનું કહેવું છે કે, આવનારા દિવસોમાં નિર્ણાયક વળાંક આવી શકે છે. ઈરાન બધી રીતે નષ્ટ થઈ ગયું છે. હવે તે કંઈ કરી શકે એમ નથી. અમેરિકાની એર સ્ટ્રાઈકથી ઈરાની લીડર્સનું મનોબળ ભાંગી ગયું છે. ઈરાન જો હવે ઈમાનદાર હોય તો સોદો કરી લે, હવે ઈરાન જો સોદો નહીં કરે તો અમેરિકા હજું વધારે ઘાતક બની રહેશે.

આર્થિક રીતે પણ ફટકો
ઈરાન સમજુતી કરી લેશે તો આગળના સમયમાં પણ અમેરિકા પણ રાહત આપશે અન્યથા હુમલા યથાવત રાખશે. ટ્રમ્પ હવે કોઈરીતે પીછેહઠ કરવાના મૂડમાં નથી. ઈરાનના નવા શાસકે આ વાત સમજવી પડશે અને અમેરિકાનું કહેવું માનવું પડશે. જોકે, ઈરાન પર જાણે લડી લેવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે. દરેક હુમલા સામે ઈરાન વળતો જવાબ આપીને ફરી હુમલા કરી રહ્યું છે. આના કારણે મિડલ ઈસ્ટના બાકીના દેશોની હાલત કફોડી થઈ ગઈ છે. હોર્મુઝ ક્રીક પર સૌની નજર છે અને જહાજ અટવાયા છે એટલે ઊર્જાનું સંકટ તોળાઈ રહ્યું છે. બીજી તરફ મિડલ ઈસ્ટની ઈકોનોમીની પણ હાલત કંગાળ થઈ રહી છે.