Mon Sep 14 2026

Logo

યુદ્ધ વચ્ચે ભારત માટે ખુશખબરઃ યુએઈથી 'જગ લાડકી' જહાજ ઈન્ડિયા આવવા રવાના...

2026-03-15 20:17:18
Author: Vimal Prajapati
યુદ્ધ વચ્ચે ભારત માટે ખુશખબરઃ યુએઈથી 'જગ લાડકી' જહાજ ઈન્ડિયા આવવા રવાના...

નવી દિલ્હીઃ સંયુક્ત આરબ અમિરાત (UAE)ના ફુજૈરાથી ભારતીય ધ્વજ લહેરાતો હોય એવું જહાજ રવાના થઈ ચૂક્યું છે. ક્રૂડ ઓઈલ તથા કાચા તેલને લઈ આ ટેન્કર રવાના થયું હતું. સરકારે જણાવ્યું હતું કે, તેલ ટર્મિનલ પર હુમલો થયા બાદ જહાજમાં સુરક્ષિત રીતે લોડિંગ થયું હતું. એના પછી આ જહાજને ભારત માટે રવાના કરી દેવાયું છે. પશ્ચિમ એશિયાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સરકારનું એવું કહેવું છે કે, ફ્યુઅલ માટે અફવાઓથી પ્રેરાઈને દોડાદોડ કરવી નહીં. ભારત પાસે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલ છે. 

80,800 ટન કાચુ તેલ આવશે ભારતમાં
સરકારે કરેલા નિવેદન અનુસાર જગ લાડકી નામનું જહાજ યુએઈથી નીકળી ચૂક્યું છે, જેમાં 80800 ટન કાચુ તેલ છે. ભારતીય સમય 10.30 વાગ્યે આ જહાજ ભારત આવવા માટે રવાના થયું હતું. આ જહાજમાં રહેલા તમામ નાવિકો પણ ભારતીય છે. આ નાવિકો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.યુદ્ધથી પ્રભાવિત જળમાર્ગ વિસ્તારમાંથી પસાર થનારૂ આ ચોથું ભારતીય જહાજ છે.જગ લાડકીમાં ફુજૈરાથી સિંગલ પોઈન્ટ મૂરિંગ પર ક્રૂડ ઓઈલ લોડ કરવામાં આવ્યું હતું.14મી માર્ચે ફુજૈરા ટર્મિનલ પર અચાનક હુમલો થયો હતો. તેમ છતાં જહાજ સુરક્ષિત રીતે મિડલ ઈસ્ટમાંથી ભારત આવી રહ્યું છે. 

ગુજરાત આવશે જહાજ
આ પહેલા શિવાલિક અને નંદા દેવી નામના જહાજ યુદ્ધ પ્રભાવિત જળમાર્ગ વિસ્તારમાંથી સુરક્ષિત રીતે પસાર થયા હતા. હોર્મુઝ ક્રિકમાંથી આ બન્ને જહાજ પસાર થયા હતા. આ બન્ને જહાજમાં 97,712 ટન LPG ગેસ છે. શિવાલિક મુંદ્રા પોર્ટ (ગુજરાત) પર આવશે, જ્યારે નંદા દેવી કંડલા (ગુજરાત) બંદર પર આવશે. આ બન્ને જહાજ એ 24 જહાજમાં સામેલ હતા જે યુદ્ધ થતા જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાયા હતા.એ પછી જગ પ્રકાશ નામનું જહાજ પર સરળતાથી પસાર થયું હતું. આ જહાજ 21 માર્ચે તાંગા પોર્ટ પર આવે એવી શકયતાઓ છે.