Sun Jul 26 2026

Logo

પ્રહલાદ જોશીએ શિક્ષણ પ્રધાન તરીકે પદભાર સંભાળ્યો, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સોંપાઈ વધારાની જવાબદારી

2026-07-26 14:23:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ આંદોલન બાદ ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદેથી રાજીનામું આપ્યું તે પછી કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. અત્યારે પ્રહલાદ જોશીએ આજે, 26 જુલાઈના રોજ સત્તાવાર રીતે શિક્ષણ પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. હવે તેઓ સત્તાવાર રીતે શિક્ષણ પ્રધાન બન્યાં પછી પહેલી બેઠક બોલાવી છે, ચાલો વિગતે ચર્ચા કરીએ.....

વડા પ્રધાને મને એક મોટી જવાબદારી આપી છેઃ પ્રહલાદ જોશી

આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે, ‘વડા પ્રધાને મને એક મોટી જવાબદારી આપી છે. હું આ જવાબદારીને સંપૂર્ણ કર્તવ્ય ભાવના અને વિનમ્રતા સાથે સ્વીકારૂ છું, વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારે છેલ્લા 12 વર્ષમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લઈને સફળતા હાંસલ કરી છે. છેલ્લા ચાર પાંચ વર્ષોમાં ધર્મેન્દ્ર પ્રધાને પણ રાષ્ટ્રીય શિક્ષા નીતિને લાગૂ કરી છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં હું મારી પૂરી ક્ષમતા સાથે મારૂ સર્વશ્રષ્ઠ આપવાનો પ્રયત્ન કરીશે’.

શનિવારે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું તે પછી જોશીને શિક્ષા પ્રધાન નિયુક્ત કરવામાં આવ્યાં છે. મૂળ વાત છે કે, પ્રહલાદ જોશીએ તેમના મંત્રાલય દ્વારા આ વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રહલાદ જોશીએ ગ્રાહક બાબતોના પ્રધાન છે, હવે તેમને શિક્ષણ મંત્રાલય પણ સોંપવામાં આવ્યું છે. નીટનું પેપર લીક થયું અને લાખો વિદ્યાર્થીઓ હેરાન થયા તેના કારણે સીજેપી દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું તેના કારણે આ ઉથલ-પાથલ થઈ છે. 

 

રાજીનામું આપતી વખતે, ધર્મેન્દ્ર પ્રધાને તેમના રાજીનામા પત્રમાં જણાવ્યું હતું કે, આ તેમના માટે "વ્યક્તિગત પ્રતિષ્ઠા"નો મામલો નથી અને તેઓ છેલ્લા 10 દિવસની ઘટનાઓથી દુઃખી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદીમાં, રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર કાર્ય કરતા પ્રધાનનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારવામાં આવ્યું છે. જેમાં નોંધવામાં આવ્યું છે કે, વડા પ્રધાનની સલાહ પર, રાષ્ટ્રપતિએ કેબિનેટ પ્રધાન પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવાનો નિર્દેશ આપ્યો છે.