ગ્લાસગોઃ ભારતે કૉમનવેલ્થ ગેમ્સમાં રવિવારે બીજો મેડલ મેળવ્યો હતો જે સિલ્વર મેડલ હતો, પરંતુ એ મેળવવા જતાં ભારતીય સ્પર્ધકે ગોલ્ડ મેડલ ગુમાવ્યો હતો.
મણિપુરના વેઇટલિફ્ટર રિશિકાંત સિંહે વેઇટલિફ્ટિંગના 60 કિલો વર્ગમાં પહેલાં સ્નૅચમાં કુલ 264 કિલો (121 કિલો + 143 કિલો) વજન ઊંચક્યું હતું. કૉમનવેલ્થ ગેમ્સમાં સ્નૅચમાં આ વિક્રમની બરાબરી હતી. જોકે પછીથી ક્લીન ઍન્ડ જર્કમાં તેણે ઘણું ગુમાવ્યું હતું જેને લીધે તે સુવર્ણ ચંદ્રક ગુમાવી બેઠો હતો.
2nd medal for India at #CWG2026!
— Doordarshan Sports (@ddsportschannel) July 26, 2026
Rishikanta Singh Chanambam clinched Silver in the Men's 60kg Weightlifting event, setting a new Commonwealth Games record in the snatch with a superb performance.
#Cheer4Bharat pic.twitter.com/2CWxn1G5fU
ક્લીન ઍન્ડ જર્કમાં તેણે પહેલાં 143 વજન ઊંચક્યું હતું, પણ પછીથી બન્ને પ્રયાસમાં નિષ્ફળ ગયો હતો. તેની સરખામણીમાં મલયેશિયાના અનિક કાસ્દાને સ્નૅચમાં 121 કિલો વજન ઊંચક્યા બાદ ક્લીન ઍન્ડ જર્કમાં 152 કિલો વજન ઊંચકીને આ રમતોત્સવના વિક્રમની બરાબરી કરી હતી. તેણે કુલ વિક્રમી 273 કિલો વજન ઊંચક્યું હતું જે ગોલ્ડ મેડલ જીતવા માટે પૂરતું હતું.
🇮🇳 Rishikanta Singh wins SILVER in the Men's 60kg Weightlifting event at the Commonwealth Games. 🥈
— Shastra Strategy 🇮🇳 (@ShastraStrategy) July 26, 2026
He narrowly missed out on gold after an unsuccessful 151kg Clean & Jerk in 3rd attempt. pic.twitter.com/tIpXliAdL7
કેન્યાના જોશુઆ અમુન્ગા ઍમ્બોયાએ કુલ 260 કિલો વજન ઊંચકીને બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો. રિશિકાંતના સિલ્વર મેડલ સાથે ભારતના આ વખતની કૉમનવેલ્થમાં કુલ મેડલની સંખ્યા બે થઈ હતી. બે દિવસ પહેલાં પૅરા પાવરલિફ્ટિંગમાં ભારતનો ઝંડુ કુમાર બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.