મુંબઈ: પવઇમાં આઇઆઇટી બોમ્બે ખાતે આત્મહત્યા કરનારા વિદ્યાર્થી સાહિલ વાકોડેના પિતા રવીન્દ્ર વાકોડે સોમવારથી દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં આંદોલન શરૂ કરશે અને પુત્રના મૃત્યુ માટે જવાબદાર લોકોને સજા ન મળે ત્યાં સુધી પોતાના ઉપવાસ ચાલુ રાખશે.‘મને કોઇ પરવા નથી, ભલે મારી ધરપકડ થાય. મારા પુત્રને બંધારણીય રીતે ન્યાય મળવો જોઇએ. આ રાજ્ય છત્રપતિ શિવાજી, ફુલે, શાહુ અને આંબેડકરનું છે. હું મારું વિરોધ પ્રદર્શન આઝાદ મેદાનમાં શરૂ કરીશ. હું ન્યાય માટે મારી લડત ચાલુ રાખીશ, એમ તેમણે જણાવ્યું હતું.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી) બોમ્બેમાં વીજા વર્ષના બીકેટના વિદ્યાથી સાહિલ વાકોડે 18 સપ્ટેમ્બરે સાંજે કેમ્પસમાં હોસ્ટેલની રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પરીક્ષામાં મોબાઇલનો ઉપયોગ કરતા પકડાયા બાદ તેણે અંતિમ પગલું ભર્યું હતું. આ પ્રકરણે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ કેસની તપાસ હાલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે.
વાકોડેનાં માતા-પિતાએ દાવો કર્યો છે કે તેમના પુત્રની જાતિને લઇ સતામણી કરવામાં આવતી હતી. તેમણે આઇઆઇટી બોમ્બેના ડિરેક્ટર પ્રોફેસર શિરીષ કેદારે અને પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લાની તુરંત ધરપકડ કરવાની માગણી કરી છે. આત્મહત્યાને પગલે વિદ્યાર્થીઓ અને રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા કરાયેલા દેખાવ બાદ પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લાને વહીવટી બાબતોના ડીન પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. (પીટીઆઇ)
EMMANUAL YOGINI