નવી દિલ્હીઃ આઈપીએલ 2026ની શરૂઆત પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની માલિકી હકમાં મોટો બદલાવ થયો છે. RCBને આદિત્ય બિરલા ગ્રુપ અને ચાર રોકાણકારોએ 16,600 કરોડમાં ખરીદી લીધી છે. હવેથી રોયલ ચેલેન્જરસ બેંગલુરુના નવા ચેરમેને આર્યમાન બિરલા હશે. એક સમયે તેઓ ક્રિકેટર હતા અને રાજસ્થાન રોયલ્સનો હિસ્સો હતા. હવે તેઓ 16,000 કરોડની RCBના નવા બોસ હશે.
આદિત્ય બિરલા ગ્રુપ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપ, બોલ્ટ વેન્ચર્સ અને બ્લેકસ્ટોને મળીને ટીમને 1.78 બિલિયન ડોલર (આશરે 16,600 કરોડ રૂપિયા)માં ખરીદી લીધી છે. એક રિપોર્ટ પ્રમાણે, આરસીબીની આ ડીલ યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ સાથે થઈ છે. જેમાં આરસીબીનો 100 ટકા હિસ્સો ટ્રાન્સફર કરાશે. આ ડીલમાં આઈપીએલની સાથે સાથે મહિલા ટીમ પણ સામેલ છે. આમ આરસીબીની મહિલા અને પુરુષ ટીમનો માલિકી હક આ 4 ટીમોને મળી ગયો છે. નવા માલિકી હક પ્રમાણે, આદિત્ય બિરલા ગ્રુપના આર્યમાન બિરલા ચેરમને હશે.

કોણ છે આર્યમાન બિરલા
આર્યમાન બિરલા આદિત્ય બિરલા ગ્રુપના ચેરપર્સન કુમાર મંગલમ બિરલાના પુત્ર છે. 9 જુલાઈ 1997ના રોજ જન્મેલો આર્યમાન ક્રિકેટર રહી ચુક્યો છે. તે મધ્ય પ્રદેશ તરીફથી ઘરેલુ ક્રિકેટ રમ્યો છે. તેણે 9 ફર્સ્ટ ક્લાસ મેચમાં 414 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી છે.

આર્યમાન બિરલા રાજસ્થાને 2018માં 30 લાખમાં ખરીદ્યો હતો
આર્યમાન બિરલાને વર્ષ 2018માં રાજસ્થાન રોયલ્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્કવોડનો હિસ્સો હોવા છતાં તેને રમવાનો મોકો મળ્યો નહોતો. 22 વર્ષની વયે જ તેણે પ્રોફેશનલ ક્રિકેટથી દૂર થઈને આદિત્ય બિરલા ગ્રુપમાં જોડાવાનો નિર્ણય લીધો હતો.
Aryaman Birla became the new chairman of RCB
આરસીબીને થશે આ ફાયદો
એક સમયે આઈપીએલ ટીમનો હિસ્સો રહી ચુકેલો આર્યમાન હવે એક ફ્રેન્ચાઈઝીનો બૉસ હશે. આર્યમાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સહ માલિક હોવાની સાથે નવો ચેરમેન પણ હશે. એક ક્રિકેટર હોવાના કારણે તે ખેલાડીઓની માનસિકતા સારી રીતે સમજી શકે છે. આ સ્થિતિમાં આર્યમાન આરસીબી સાથે જોડાવાથી ટીમને પણ મોટો ફાયદો મળી શકે છે.

આરસીબીની ક્યારે છે પ્રથમ મેચ
આઈપીએલ 2026ની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદરબાદ વચ્ચે રમાશે. 28 માર્ચ, 2026ના રોજ બંને ટીમનો મુકાબલો થશે. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી મેચ પર તમામ ફેંસની નજર છે.