Mon Sep 07 2026

Logo

રામમંદિરમાં દાન પ્રકરણ મુદ્દે સંઘે અહેવાલ માંગ્યો, સમીક્ષા બાદ વહીવટી બદલાવની શક્યતા

2026-06-10 22:02:52
Author: Chandrakant Kanoja
રામમંદિરમાં દાન પ્રકરણ મુદ્દે સંઘે અહેવાલ માંગ્યો, સમીક્ષા બાદ વહીવટી બદલાવની શક્યતા

અયોધ્યા: અયોધ્યામાં રામમંદિરમાં દાન  પ્રકરણ મુદ્દે વિવાદ વધી રહ્યો છે. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર,  આરએસએસે પણ સમગ્ર ઘટના ક્રમનો અહેવાલ માંગ્યો છે. તેમજ  આ અહેવાલના આધારે મંદિરના સંચાલન અને વહીવટ સંબંધિત વિવિધ પાસાઓની સમીક્ષા કરવામાં આવશે. 

શ્રદ્ધાળુઓનો વિશ્વાસ જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો 

આ ઉપરાંત વહીવટી વ્યવસ્થાની સમીક્ષા કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું જાણવા મળે છે. કેટલાક કર્મચારીઓની ભૂમિકા અંગે પ્રશ્નો ઉભા થયા છે. નિષ્પક્ષ તપાસ અને પારદર્શિતાની માંગણીઓ વચ્ચે શ્રદ્ધાળુઓનો  વિશ્વાસ જાળવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

સ્ટાફ સભ્યોની ફરજોમાં ફેરફાર કરવામાં આવી શકે છે

આ સમગ્ર વિવાદ  હેઠળ જે કર્મચારીઓની ભૂમિકાઓ તપાસ હેઠળ છે  તેમને સેવામુક્ત કરવા અથવા મુખ્ય જવાબદારીઓમાંથી દૂર કરવા પર વિચારણા કરવામાં આવી રહી છે. તેમજ સમગ્ર  સિસ્ટમને વધુ જવાબદાર અને પારદર્શક બનાવવા માટે મંદિર સંકુલમાં કામ કરતા વિવિધ સ્ટાફ સભ્યોની ફરજોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. 

રામ મંદિર ટ્રસ્ટ પહેલાથી જ આ મામલે આંતરિક તપાસ કરી રહ્યું છે

સૂત્રોના જણાવ્યા અનુસાર  રામ મંદિર ટ્રસ્ટ પહેલાથી જ આ મામલે આંતરિક તપાસ કરી રહ્યું છે. સીસીટીવી ફૂટેજ, એકાઉન્ટિંગ રેકોર્ડ અને સંબંધિત કર્મચારીઓની પ્રવૃત્તિઓની તપાસ કરવામાં આવી રહી છે. આ  તપાસ રિપોર્ટ પ્રાપ્ત થયા પછી જરૂરી વહીવટી કાર્યવાહી કરવામાં આવી શકે છે.