મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ 146 પોઈન્ટના ઘટાડા સાથે 82,480 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો ઇન્ડેક્સ 47 પોઈન્ટના ઘટાડા સાથે 25,423 પર ખુલ્યો.
સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 15 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા, જ્યારે બાકીની 15 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા. નિફ્ટી-50 ની 50 કંપનીઓમાંથી 16 કંપનીના શેર ગ્રીન સિગ્નલમાં, જ્યારે બાકીની 34 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા.
સેન્સેક્સ પર ટીસીએસના શેર આજે સૌથી વધુ 1.03 ટકાનો વધારો નોંધાયો, જ્યારે અદાણી પોર્ટ્સના શેર આજે સૌથી વધુ 1.07 ટકાનો ઘટાડો નોંધાયો.
આ શેરોમાં વધારો:
સેન્સેક્સ પર પાવર ગ્રીડના શેર 0.71 ટકા, HCL ટેકના શેર 0.57 ટકા, ITCના શેર 0.30 ટકા, NTPCના શેર 0.29 ટકા, બજાજ ફિનસર્વના શેર 0.27 ટકા, એશિયન પેઇન્ટ્સના શેર 0.27 ટકા, ટેક મહિન્દ્રાના શેર 0.21 ટકા, કોટક મહિન્દ્રા બેંકના શેર 0.17 ટકા, HDFC બેંકના શેર 0.17 ટકા, સન ફાર્માના શેર 0.10 ટકા, ઇન્ડિગોના શેર 0.09 ટકા, હિન્દુસ્તાન યુનિલિવરના શેર 0.09 ટકા, બજાજ ફાઇનાન્સના શેર 0.08 ટકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર 0.01 ટકાનાં વધારા સાથે ખુલ્યા.
આ શેરોમાં ઘટાડો:
સેન્સેક્સ પર ICICI બેંકના શેર 0.94 ટકા, ઇન્ફોસિસના શેર 0.72 ટકા, BELના શેર 0.68 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર 0.64 ટકા, ટાટા સ્ટીલના શેર 0.57 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 0.56 ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેર 0.52 ટકા, ટાઇટનના શેર 0.51 ટકા, L&Tના શેર 0.48 ટકા, એક્સિસ બેંકના શેર 0.42 ટકા, મારુતિ સુઝુકીના શેર 0.31 ટકા, ટ્રેન્ટના શેર 0.29 ટકા, ભારતી એરટેલના શેર 0.24 ટકા અને ઇટરનલના શેર 0.02 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.
ગત અઠવાડિયાના છેલ્લા દિવસ શુક્રવારે ભારતીય શેર બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 1,048.16 પોઈન્ટ (1.25%) ઘટીના ઘટાડા સાથે 82,626.76 પર ખુલ્યો હતો, અને નિફ્ટી 336.10 પોઈન્ટ (1.30%) ના ઘટાડા સાથે 25,471.10 પર બંધ થયો હતો.
વૈશ્વિક બજાર પર નજર:
આજે એશિયન બજારો આજે સામાન્ય તેજી જોવા મળી રહી છે. જાપાનનાં નિક્કીમાં 0.2 ટકાનો વધરો નોંધાયો, જાપાનની બહાર એશિયા-પેસિફિક શેરનો MSCIનો સૌથી વ્યાપક ઇન્ડેક્સ 0.1 ટકા વધ્યો. નવા વર્ષની રજાઓ માટે ચીન, દક્ષિણ કોરિયા અને તાઇવાનના બજારો માટે બંધ છે.
શુક્રવારે યુએસ શેરબજાર વધારા સાથે બંધ થયા હતાં. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 48.95 પોઈન્ટ (0.10 ટકા)ના વધારા સાથે 49,500.93 પર પહોંચ્યો, જ્યારે S&P 500 3.41 પોઈન્ટ અથવા 0.05 ટકા વધીને 6,836.17 પર પહોંચ્યો. નાસ્ડેક કમ્પોઝિટ 50.48 પોઈન્ટ(0.22 ટકા)ના ઘટાડા સાથે 22,546.67 પર બંધ થયો.