Fri Jul 03 2026

Logo

ચાલુ બાઈક પર બાબાએ કર્યું કંઈક એવું કે... તમે પણ જોયો કે નહીં વીડિયો

2026-07-03 15:26:00
Author: Darshana Visaria
Article Image

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર વિવિધ સાધુ-બાબાના વીડિયો વાયરલ થતા રહે છે. ક્યારેક તેમના પ્રવચન તો ક્યારેક તેમના ચમત્કારો ચર્ચાનો વિષય બને છે. પરંતુ આ વખતે એક એવા બાબાનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જે કોઈ મંદિર કે આશ્રમનો નથી પરંતુ વ્યસ્ત રસ્તા પર બાઈક ચલાવી રહ્યા છે. નેટિઝન્સ આ વીડિયોમાં બાબાજીનો બાઈક ચલાવવાનો કેઝ્યુઅલ અંદાજ જોઈને ચોંકી ઉઠ્યા છે, ચાલો તમને જણાવીએ આ વીડિયો વિશે વિસ્તારથી... 

વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં એક બાબા ભગવા કપડાં પહેરીને રસ્તા પર પૂરપાટ ઝડપે બાઈક દોડાવતા નજરે પડે છે. ચોંકાવનારી વાત એ છે કે તેમણે બાઈકના હેન્ડલ પર પોતાનો પગ રાખ્યો છે અને બંને હાથ હવામાં ખુલ્લા છોડીને એકદમ આરામથી બેઠા છે. આ જોખમી સ્ટન્ટ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને રોડ સેફ્ટીને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ એકાઉન્ટ પર @KUNDAN00PATEL નામના એકાઉન્ટ પરથી શેર કરાયેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ભગવા વસ્ત્રધારી બાબા ચાલુ બાઈકે હેન્ડલ પકડ્યા વગર બેઠા છે. તેમનો એક પગ હેન્ડલ પર સંતુલન જાળવી રહ્યો છે અને બાઈક હાઈવે પર તેજ ગતિએ દોડી રહી છે. આસપાસ અન્ય વાહનોની અવરજવર પણ જોવા મળી રહી છે, જે સાબિત કરે છે કે આ સ્ટન્ટ કોઈ ખાલી રોડ પર નહીં પરંતુ ચાલુ ટ્રાફિક વચ્ચે કરવામાં આવ્યો હતો. 

વીડિયો શેર કરનાર યુઝરે વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું હતું બાબાજીનો આત્મવિશ્વાસ કમાલનો છે, હાથ પૂરા ફ્રી છે, પરંતુ રસ્તા પર નાની અમથી ભૂલ પણ ભારે પડી શકે છે. રોડ પર સુરક્ષા પહેલા હોવી જોઈએ, બેદરકારી નહીં.

વીડિયો વાઈરલ થતાં નેટીઝન્સ વિવિધ પ્રકારની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે રમૂજી અંદાજમાં લખ્યું, આ કોઈ સાધુ નથી, 'સવાધુ' છે! તો બીજા યુઝરે કમેન્ટ કરી હતી કે લાગે છે બાબાજી કોઈ ચમત્કાર કરવા માંગે છે, પરંતુ રસ્તા પર આવા સ્ટન્ટ જીવલેણ સાબિત થઈ શકે છે. અન્ય એક ગુસ્સે ભરાયેલા યુઝરે લખ્યું હતું કે, સ્ટન્ટ જોઈને લોકો તાળીઓ પાડે છે, પણ અકસ્માત થાય ત્યારે અફસોસ કરે છે. હેલ્મેટ પહેરવું અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ જ અસલી સમજદારી છે. જ્યારે એક યુઝરે ટોણો મારતા લખ્યું, લાગે છે બાબાજીને પરલોક જવાની બહુ ઉતાવળ છે!

આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે સનસનાટી મચાવી દીધી છે અને રોડ સેફ્ટીના નિયમોના લીરેલીરા ઉડાવતા આ બાબા સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ પણ ઉઠી રહી છે.