નવી દિલ્હીઃ યુટ્યૂબર ધ્રુવ રાઠી ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. ધ્રુવ રાઠીએ એક વીડિયોમાં હિંદુ દેવી દેવતાઓ પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આ મુદ્દે દિલ્હી હાઈ કોર્ટે લાલ આંખ કરીને તેને 15 દિવસની અંદર આ વીડિયો ટૂંક સમયમાં હટાવવા આદેશ આપ્યો હતો.
શું છે મામલો
યૂટ્યબર ધ્રુવ રાઠીએ 21 માર્ચે વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં હિંદુ દેવી દેવતાઓ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી અને માંસાહારી બતાવ્યા હતા. સુનાવણી દરમિયાન દિલ્હી હાઈ કોર્ટે કેન્દ્રની ફરિયાદ કમિટીને વીડિયો હટાવવાનો ફેંસલો કરવા 15 દિવસનો સમય આપ્યો હતો. ન્યાયાધીશ સ્વર્ણ કાંતા શર્માએ વકીલ અમિતા સચદેવાની અપીલ પર નિર્ણય લેવા આદેશ આપ્યો. ઉપરાંત રાઠીના વીડિયોને લઈ તેની સામે ક્રિમિનલ કેસ પણ કર્યો છે.
ધ્રુવ રાઠી પર આ વીડિયોમાં ભગવાન રામ, સીત અને કૃષ્ણ માંસ તથા દારૂનું સેવન કરતાં બતાવ્યા હોવાનો અરજીકર્તા અમિત સચદેવાએ આરોપ લગાવ્યો હતો. જેનાથી લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચી હતી. આ ઉપરાંત વીડિયોમાં સનાતન ધર્મનું અપમાન, હિંદુ ધર્મગ્રંથોનો ખોટી રીતે રજૂ કરવા, હિંદુ વિરોધી ભાવના ફેલાવવી અને ધાર્મિક અશાંતિ ભડકાવી હોવાનો અમિત સચદેવાએ આરોપ લગાવ્યો હતો.
સુનાવણી દરમિયાન કોર્ટમાં ડિવિઝન બેંચનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું કે, કોઈ કન્ટેન્ટ સમાજ માટે હાનિકારક છે કે નહીં તે જોવાની જવાબદારી ઈન્ટરમીડિયરીનીછે. જો આમ હોય તો ઈન્ટરમીડિયરીએ સાવધાની રાખીને તેને તરત બ્લોક કરી દેવું જોઈએ.
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી ઉપસ્થિત રહેલા એડિશનલ સૉલિસિટર જનરલ ચેતન શર્માએ કહ્યું કે, હિંદુ દેવી-દેવતાઓ સામે અપમાનજનક વાતો છે અને તેને સાંખી ન લેવાય.તેમણે કહ્યું , ઈન્ટરમીડિયરીએ ખુદ વીડિયો હટાવી દેવો જોઈએ અથવા તેને હટાવવા કાનૂની કાર્યવાહી કરવી જોઈએ.
સુનાવણીમાં ગૂગલ એલએલસી તરફથી ઉપસ્થિ રહેલા વકીલે કહ્યું કે, ઈન્ટરમીડિયરી કોર્ટના આદેશનું પાલન કરશે. જે બાદ કોર્ટે અરજીનો નિકાલ કર્યો અને સચદેવાની અપીલ પર 15 દિવસમાં નિર્ણય લેવા જણાવ્યું. કોર્ટે કેસને બંધ કરતાં કહ્યું, અપીલીય ઓથોરિટીએ અરજીકર્તાની અપીલ પર ઝડપથી નિર્ણય લેવો પડશે. આ કામ ઑર્ડર મળ્યાની તારીખથી 15 દિવસની અંદર કરવું પડશે. જો અન્ય કોઈ ફરિયાદ હોય તો અરજીકર્તા નવી અરજી દાખલ કરી શકે છે.
આ ઉપરાંત કોર્ટે હુકમના કોઈપણ પ્રકારની અવગણનાને ગંભીરતાથી લેવામાં આવશે તેમ પણ કહ્યું હતું.