Fri Sep 04 2026

Logo

નિફ્ટી 23,900 ઉપર, સેન્સેક્સ 300 પોઇન્ટ ઉછળ્યો, મેટલ સિવાયના સેક્ટર લીલા નિશાનમાં

2026-07-01 10:04:00
Author: Mumbai Samachar Team
નિફ્ટી 23,900 ઉપર, સેન્સેક્સ 300 પોઇન્ટ ઉછળ્યો, મેટલ સિવાયના સેક્ટર લીલા નિશાનમાં

ભારતીય શેરબજારમાં જુલાઇના પ્રથમ દિવસે ફ્લેટ ઓપનિંગ બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં ગ્રીન ઝોનમાં કારોબાર જોવા મળ્યો છે. નિફ્ટી 23,900ની ઉપર કારોબાર કરતો જોવા મળ્યો. સેન્સેક્સ 66 અંક વધી 76,545.21ની સપાટીએ ખુલ્યો. મંગળવારે સેન્સેક્સ 76,478.67ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી મંગળવારના બંધ 23,865.75ની સપાટીએથી 31.9 અંક વધી 23,897.65ની સપાટીએ ખુલ્યો હતો. ક્વાર્ટર 1ના નબળા આઉટલુકથી KPIT ટેક્નોલોજીનો શેર 10 ટકા ઘટ્યો હતો. 

નિફ્ટી ટોપ ગેઇનર્સ

નિફ્ટીમાં વધનારા શેરો પર નજર કરીએ તો નેસ્લે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન, એચયુએલ, ઇટરનલના શેરો વધારા સાથે કારોબાર દર્શાવતા હતા. આ ઉપરાંત રિલાયન્સ પાવર, સમ્માન કેપિટલ, બ્રેઇન બીસ સોલ્યુશન, ઝી એન્ટરટેઇન્મેન્ટ, હેક્ઝાવેર ટેક્નોલોજી, કારટ્રેડ ટેક્નોલોજી, જ્યુબિલિયન્ટ એન્જિીનિયરિંગ, કોર્લોસ્કર ઓઇલના શેર ટોપ ગેઇનર્સમાં સામેલ હતા. 

નિફ્ટી લૂઝર્સ

નિફ્ટીમાં ઘટનારા શેરો પર નજર કરીએ તો ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, ડો.રેડ્ડીઝ લેબોરેટરી, JSW સ્ટીલ, હિન્દાલ્કો, ટાટા એલેક્સાઇ, એવન્યુ સુપરમાર્ટ, કોરોમન્ડલ, LIC હાઉસિંગ ફાઇનાન્સ, ટાટા ટેક્નોલોજી, જિંદાલ સ્ટીલ, AIA એન્જિનિયરિંગ, ઝાયડસ વેલનેસ ટોપ લૂઝર્સ શેરોમાં સામેલ હતા. 

એશિયન બજારો

એશિયન બજારો પર નજર કરીએ તો નિક્કેઇ, સ્ટ્રેટ ટાઇમ્સ, તાઇવાન, સેટ, જકાર્તા, શાંઘાઇમાં તેજી તરફી મૂવમેન્ટ જોવા મળી. બીજી તરફ ગિફ્ટ નિફ્ટી, હેંગસેંગ, કોસ્પી લાલ નિશાનમાં જોવા મળ્યા.