અમદાવાદઃ ગુજરાત પર સક્રિય થયેલી વિવિધ વરસાદી સિસ્ટમના કારણે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ડાંગમાં આજ સવારે6 થી બપોરના 12 કલાક એમ માત્ર 6 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ડાંગની સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદે બપોર સુધીમાં ધબધબાટી બોલાવી હતી.

સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ આજે સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં 68 તાલુકામાં વરસાદ પડ્યો છે. ડાંગના વઘાઈમાં સૌથી વધુ 9.84 ઇંચ, નવસારીના ચીખલીમાં 8.39 ઇંચ, નવસારીના વાંસદામાં 8.23 ઇંચ, સુરતના અંબિકામાં 7.95 ઇંચ, વલસાડમાં 7.17 ઇંચ, તાપીના ડોલવણમાં 7.13 ઇંચ, નવસારીના ગણદેવીમાં 6.93 ઇંચ, ડાંગમાં 6.10 ઇંચ, નવસારીના ખેરગામમાં 5.10 ઇંચ વરસાદ પડ્યો હતો.
આ ઉપરાંત વલસાડના નાનાપોંઢામાં 3.58 ઇંચ, ડાંગના સુબીરમાં3.54 ઇંચ, સુરતના મહુવામાં 3.35 ઇંચ, વસલાડના કપરાડામાં 3.31 ઇંચ, તાપીના વાલોદમાં 3.19 ઇંચ, વલસાડના પારડીમાં 3.11 ઇંચ, વલસાડના ધરમપુરમાં 2.87 ઇંચ, વલસાડના વાપીમાં 2.56 ઇંચ, સુરતના બારડોલીમાં 2.09 ઇંચ, વલસાડના ઉમરગાવમાં 1.42 ઇંચ, સુરતના પલસાણામાં 1.26 ઇંચ, નવસારીમાં 1.18 ઇંચ, જલાલપોરમાં 0.94 ઇંચ, વ્યારામાં 0.94 ઇંચ, સુરતના યોર્યાસીમાં 0.71 ઇંચ, કામરેજમાં 0.39 ઇંચ, ઉમરપાડામાં 0.31 ઇંચ, ઉચ્છલમાં 0.12 ઇંચ, સુરત શહેરમાં 0.04 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
હવામાન ખાતા પ્રમાણે, 4 જુલાઈના રોજ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. ખાનગી હવામાન એજન્સી મુજબરાજ્યમાં 4 અને 5 જુલાઈના રોજ
અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાત સુધી પહોંચતાં વરસાદનું જોર વધવાની સંભાવના છે.