Mon Oct 05 2026

Logo

શેર બજારમાં સતત તેજી, નિફ્ટી 24,100ની ઉપર, સેન્સેક્સમાં 400 અંકનો ઉછાળો, ઝી, ઇન્ફોસિસ, TCS લીલા નિશાનમાં

2026-07-02 10:05:00
Author: Mumbai Samachar Team
શેર બજારમાં સતત તેજી, નિફ્ટી 24,100ની ઉપર, સેન્સેક્સમાં 400 અંકનો ઉછાળો, ઝી, ઇન્ફોસિસ, TCS લીલા નિશાનમાં

ગુરુવારે ભારતીય શેર બજારોની શરુઆત તેજી સાથે થઇ છે. સેન્સેક્સ 160 પોઇન્ટ વધી 77,083.14ની સપાટીએ ખુલ્યો છે. બુધવારે સેન્સેક્સ 76,922.64ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી બુધવારે 24,005.85ની સપાટીએ બંધ રહ્યો હતો. ગુરુવારે નિફ્ટી 56.35 અંક વધી 24,062.20ની સપાટીએ ખુલ્યો હતો. સતત બીજા દિવસે નિફ્ટીએ 24,000ની ઉપરની સપાટી દર્શાવી છે. આજના માર્કેટમાં ઇન્ફોસિસ, HCL ટેક્નોલોજીસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, ઇટરનલના શેરમાં વધારા તરફી કારોબાર જોવા મળ્યો છે. નિફ્ટી લૂઝર્સની વાત કરીએ તો NTPC, પાવર ગ્રિડ કોર્પોરેશન, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ અને ONGCમાં ઘટાડો જોવા મળ્યો છે. 

સેક્ટરની વાત કરીએ તો પાવર, કેપિટલ ગુડ્સ, ટેલીકોમ સિવાયના તમામ સેક્ટરમાં લેવાલી જોવા મળી છે. આઇટી સેક્ટરના શેરો પણ લગભગ 3 ટકા જેટલી તેજી દર્શાવી રહ્યા હતા. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપમાં તેજી તરફી મૂવમેન્ટ જોવા મળી છે. 

એશિયન બજારો

એશિયન બજારો પર નજર કરીએ તો કોસ્પી, તાઇવાન, નિક્કેઇ સિવાયના એશિયન બજારો ગ્રીન ઝોનમાં કારોબાર કરતા જોવા મળ્યા. હેંગસેંગ, સ્ટ્રેટ ટાઇમ્સ, જકાર્તામાં તેજી તરફી મૂવમેન્ટ જોવા મળી.