નિલેશ વાઘેલા
મુંબઈ: આપણા શેરબજારમાં સુધારાતરફી ચાલ છે ત્યારે આપણા બજારને અવરોધનારા એવા એક પરિબળ સમા કોરિયાના શેરબજારમાં એવો જોરદાર કડાકો પડ્યો કે તેનું ટ્રેડિંગ અટકાવવું પડ્યું.
ગુરુવારે દક્ષિણ કોરિયન શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો, જેમાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ 8.2% (687 પોઈન્ટ) સુધી ગગડ્યો, જે સતત બીજા દિવસે નુકસાનનો સંકેત આપે છે અને બે સત્રોમાં કુલ ઘટાડો 10% સુધી પહોંચી ગયો છે.
મેટા પ્લેટફોર્મ્સ ઇન્ક. દ્વારા કમ્પ્યુટિંગ પાવર વેચવાની યોજના બાદ બજારનું સેન્ટિમેન્ટ ખરડાઈ જતા વેચાણમાં વેગ આવ્યો, જેના કારણે સેમિકન્ડક્ટર શેરોમાં તીવ્ર ઘટાડો થયો અને બજાર ધડાધડ ગબડવા માંડ્યું.
યુ.એસ. ટેક્નોલોજી શેરોમાં રાતોરાત નબળાઈએ એશિયન બજારોમાં સેન્ટિમેન્ટ પર વધુ નકારાત્મક અસર કરી છેં યુ.એસ.માં, ચિપમેકર્સ માઇક્રોન ટેક્નોલોજી ઇન્ક. અને સેન્ડિસ્ક કોર્પ. બંનેએ પાછલા સત્રનો અંત 10 ટકાથી વધુ ઘટાડા સાથે કર્યો હતો.
સૌથી મોટા નુકસાનમાં, એસકે હાયનિક્સ ઇન્ક. ના શેરમાં નોંધાયું હતું, જેમાં 14 ટકાથી વધુ મોટો કડાકો જોવા મળ્યો, જ્યારે સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ કંપની નવ ટકાથી વધુ તૂટ્યો છે. કોરિયા એક્સચેન્જે માર્કેટ સર્કિટ બ્રેકર્સને સક્રિય કર્યા પછી 20 મિનિટ માટે ટ્રેડિંગ બંધ કરી દીધું, જે આ વર્ષે બજારની અફડાતફડી અને વધતી અસ્થિરતા વચ્ચે વારંવાર આવું થતું જોવા મળ્યું છે. ઉપરોક્ત બંને કંપનીઓ મળીને ઇન્ડેક્સનો અડધાથી વધુ હિસ્સો બનાવે છે.
જોકે એ પણ નોંધવું રહ્યું કે તાજેતરના જોરદાર કરેક્શન છતાં,ઓલ 2026માં કોસ્પી જગતનો સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરતો મુખ્ય સ્ટોક ઇન્ડેક્સ રહ્યો છે, જે આ વર્ષે અત્યાર સુધીમાં 77% વધ્યો છે. મુખ્યત્વે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તેજીથી લાભ મેળવતી સેમિકન્ડક્ટર કંપનીઓમાં તેજીને કારણે આવું બન્યું છે. જોકે હવે
નવીનતમ વેચાણથી AI-લિંક્ડ સેમિકન્ડક્ટર શેરોમાં તેજી ટકાવી રાખી શકાય કે કેમ તે અંગે ચિંતા વધી છે.
કોરિયન ચિપમેકર્સ એડવાન્સ્ડ AI હાર્ડવેરની મજબૂત વૈશ્વિક માંગના સૌથી મોટા લાભાર્થીઓમાંના એક રહ્યા છે, પરંતુ તાજેતરના બજાર સ્વિંગ દર્શાવે છે કે જ્યારે આ ક્ષેત્ર માટે લાંબા ગાળાના દૃષ્ટિકોણ પર શંકાઓ ઉદ્ભવે છે ત્યારે રોકાણકારોનું સેન્ટિમેન્ટ કેટલી ઝડપથી બદલેઈ શકે છે.