Mon Jun 08 2026

Logo

ભારતે અફઘાનિસ્તાનને ફૉલો-ઑન આપ્યું: સ્પિનર માનવ સુથારની છ વિકેટ

2026-06-08 12:20:00
Author: Ajay Motiwala
Article Image

અફઘાનિસ્તાન હજી 394 રનથી પાછળ


ન્યૂ ચંડીગઢ: ભારતે અહીં અફઘાનિસ્તાનને એકમાત્ર ટેસ્ટ (Test) મેચના ત્રીજા દિવસે પ્રથમ દાવમાં 152 રનના સ્કોર પર ઑલઆઉટ કરી દીધું હતું અને એને ફૉલો-ઑન (Follow on) થવાની ફરજ પાડી હતી.

નવોદિત સ્પિનર માનવ સુથારે ફક્ત 33 રનમાં 6 વિકેટ લઈને ભારત વતી આ પહેલી જ મેચના પહેલા જ દાવમાં તરખાટ મચાવી દીધો હતો. પ્રસિદ્ધ ક્રિશ્નાએ ત્રણ અને વોશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી હતી.

અફઘાનિસ્તાનની ટીમમાં એકમાત્ર રહમત શાહ ભારતીય બોલર્સ સામે લાંબા સમય સુધી લડ્યો હતો અને 135 બૉલમાં તેણે જે 60 રન બનાવ્યા એ ટીમમાં હાઈએસ્ટ હતા.

ફૉલો-ઑન બાદ અફઘાનિસ્તાનનો બીજા દાવનો સ્કોર વિના વિકેટે 18 રન હતો.

ભારતે રવિવારે પ્રથમ દાવ 8/564ના સ્કોર પર ડિકલેર કર્યો હતો જેમાં શુભમન ગિલ (126 રન) અને કેએલ રાહુલ (100 રન)ની સેન્ચુરી સામેલ હતી.